Showing posts with label ઇસ્લામ. Show all posts
Showing posts with label ઇસ્લામ. Show all posts

ઇસ્લામ

                   ઇસ્લામ
   અર્થ ÷< ઇસ્લામ " અરબી શબ્દ છે , જેનો અર્થ થાય છે . ' *શાંતિ* ' , ઈસ્લામ ' ' શબ્દનો અર્થ આ પણ થાય છે કે પોતે શાંતિ અને સલામતી મેળવવી અને બીજાને પણ શાંતિ અને સલામતી આપવી
     મુસ્લિમઃ
   અલ્લાહ એ હઝરત જિબ્રેઈલ અ.સ. ( ફરિશ્તા ) દ્વારા તેનાં અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ. ૫૨ કુર્આનનાં રૂપમાં સમગ્ર માનવજાત માટે મોકલાવેલ શિક્ષણ અને દો૨વણીનો હૃદયપૂર્વક સ્વીકાર કરનાર . 
ઈસ્લામની મહત્વની વિશેષતાઓ :
 _ ઈસ્લામ ધર્મ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક લોકોનાં માર્ગદર્શન અને ભલાઈ માટે આવ્યો છે . 
• ઈસ્લામ તેનાં માનનારાઓ અને જૂઠલાવનારાઓ દરેકના હકોનું માણસ હોવાના નાતે કોઈપણ ભેદભાવ રાખ્યા વગર રક્ષણ કરે છે .
 • ઈસ્લામની એક મોટી ખૂબી આ પણ છે કે તે દ૨ેક વર્ગના લોકો માટે સ્પષ્ટ માર્ગદર્શન આપે છે જેમ કે ... પુરૂષો માટે અલગ , સ્ત્રીઓ માટે અલગ , બાળકો માટે અલગ , વૃદ્ધી માટે અલગ , માલિક અને નૌકર માટે અલગ ,પતિ - પત્નિનું દામ્પત્ય જીવન કેવું હોવું જોઈએ ? અને જ્યારે બંનેનું સાથે રહેવું અશક્ય બની જાય તો બંનેએ છૂટા કેવી રીતે પડવું તેનું પણ માર્ગદર્શન આપે છે .
 • ઈસ્લામ ધર્મ અપનાવી તેના ઉપદેશોને અનુસરીને માનવી અલ્લાહની કૃપા મેળવી શકે છે . અને અલ્લાહની કૃપાથી જ દુનિયા અને પરલૌકમાં સફળતા મેળવી શકે છે . 
ઈસ્લામ ધર્મનાં મુખ્ય પાંચ સિદ્ધાંતોઃ
ઈસ્લામ ધર્મના મુખ્ય પાંચ સિદ્ધાંતી છે જેનું અનુસ૨ણ ક૨વું ઈસ્લામ ધર્મના માનનારાઓ માટે ફરજિયાત છે
( ૧ ) તૌહીદ : - અલ્લાહ સિવાય બીજું કોઈ પૂજવાને લાયક નથી , તેની સાક્ષી આપવી અને હઝરત મુહમ્મદ સ.અ.વ. અલ્લાહનાં બંદા અને કયામતના દિવસ સુધી આવનાર માનવજાત માટે અલ્લાહનાં પયગંબર છે તેની સાક્ષી આપવી . 
( ૨ ) નમાઝ : - અલ્લાહની કૃપા , દયા અને મહે૨બાની મેળવવા માટે ફરજિયાત પણે દિવસમાં પાંચ વખત મુહમ્મદ પયગંબર સ.અ.વ.એ બતાવેલ પદ્ધતિથી પોતાનું સંપૂર્ણ ધ્યાન અલ્લાહ ત૨ફ કેન્દ્રિત કરી બંદી કરવી .  
( ૩ ) રમઝાન માસમાં રીઝા : - મુસ્લિમો માટે રમઝાન માસમાં પરોઢથી સૂર્યાસ્ત સુધી ખાવા પીવા અને કામેચ્છાની તૃપ્તિથી દૂર રહેવું ફરજિયાત છે . 
( ૪ ) ઝકાત : - ઈસ્લામમાં પ્રમાણિત કરેલ માલ મિલકતમાંથી નક્કી ક ૨ેલ શરતોને અનુસરીને ચોક્કસ ભાગ કુર્આનમાં બતાવેલ હકદારોને આપવી . 
 ( ૫ ) હજ :  નક્કી કરેલ સમયગાળામા ચોક્કસ પદ્ધતિથી ફરજિયાત પણે બંદગી કરવી આ બંદગી કરવા માટે મક્કા જવું 
હજ ક૨ના૨ દરેક વ્યક્તિ માટે આર્થિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સક્ષમ હોવું જરૂરી છે . 
જે કોઈ વ્યક્તિ ઈસ્લામ સિવાય બીજો કોઈ ધર્મ પસંદ કરશે તો તેનો ધર્મ કદાપિ સ્વીકારવામાં નહીં આવે અને તે પરલોકમાં નુકશાન ઉઠાવનારાઓમાંથી હશે . ( કુર્આન – ૩:૮૫ )
 IREC થી કોપી કર્યો છે
*મકતબ અલ ફૂર્કાન સમી*
૯૯૯૮૫૬૧૫૫૩