🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
_*﷽*_
*13 રજબ, 1443*
*15 ફેબ્રુઆરી 2022*
Al-Ehsan, Nadiad
♥️ *નબી ﷺની સીરતની 66 થી 70 ઇમેજની પોસ્ટ*
✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️✒️
📷 *ઇમેજ :* 6️⃣6️⃣
❤️ *બીજી વહી દરમિયાન નાઝિલ થયેલ આયતોનો ભાવાર્થ...*
*وَ الرُّجۡزَ فَاہۡجُر ۞*
*સમજૂતી* - અલ્લાહની નારાજગી અને અઝાબ તરફ લઇ જતી બાબતોથી તેમજ કોમના ખરાબ કાર્યો,ગંદકીઓ અને નાપાક કાર્યોથી બચીને રહેજો.
*وَ لَا تَمۡنُنۡ تَسۡتَکۡثِرُ ۞*
આ આયતનો ભાવાર્થ આ છે કે આ દુનિયામાં ઉપકારના બદલાની ઈચ્છાઓ અને આશાઓ ન રાખશો, પરંતુ એક વાત સમજી લો કે આ માર્ગ મુશ્કેલીઓ અને પરિશ્રમભર્યો છે. એટલા માટે પોતાની કોમનો ધર્મ છોડવા પર અને એક અલ્લાહ તરફ લોકોને બોલાવવા પર દુઃખ ઉઠાવવા અને મુશ્કેલીઓ સહન કરવા માટે તૈયાર રહેજો.
*وَ لِرَبِّکَ فَاصۡبِرۡ ۞*
પોતાના રબ માટે સબ્ર કર.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
📷 *ઇમેજ : 6️⃣7️⃣*
❤️ *તબ્લીગ (પ્રચાર)ની શરૂઆત*
સૂરહ મુદ્દષ્ષિરની આયતો અવતરિત થયા પછી આપ(ﷺ) લોકોને દિન તરફ બોલાવવામાં અને તેના પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા. આપ(ﷺ)ની કોમ અક્કડ અને મૂર્તિપૂજક હતી. પૂર્વજો દ્વારા જે કંઈ પણ ચાલતું આવતું હતું, તેને જ સત્ય માનતા હતા. તેમનામાં અહમ અને ઘમંડ પણ ખૂબ જ હતું, અને તેઓ પોતાના કાર્યોનો નિર્ણય તલવારો વડે કરતા હતા. તેથી અલ્લાહએ આપ(ﷺ) માટે એ માર્ગ પસંદ કર્યો કે પ્રચારનું કામ અત્યંત ચૂપ રહીને કરો. ફક્ત તેની પાસે જ જાઓ જે વ્યક્તિ ભલો, સત્ય વાતને પસંદ કરનાર અને ભરોસાપાત્ર હોય. તેમાં પણ સૌથી પહેલા પોતાના ઘર-પરિવાર, ખાનદાનના લોકો તથા મિત્રોને આમંત્રિત કરો.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
📷 *ઇમેજ : 6️⃣8️⃣*
❤️ *સૌપ્રથમ ઈમાન લાવનાર*
અલ્લાહ તઆલાએ આપ(ﷺ)ની કોમના માહોલ મુજબ પસંદ કરેલી યોજના પ્રમાણે આપ(ﷺ)એ ઇસ્લામના પ્રચારની શરૂઆત કરી. કેટલાક ભાગ્યશાળી લોકોએ ખુશી ખુશી આપની વાતોને સ્વીકારી અને આપ(ﷺ) પર ઈમાન પણ લઈ આવ્યા.
▪️ *સૌપ્રથમ ઈમાન લાવનારા ખુશનસીબોના નામ :*
1️⃣ *હઝરત ખદીજા રઝી.* (ઔરતોમાં)
2️⃣ *હઝરત અબૂ બકર રઝી.* (મર્દોમાં)
3️⃣ *હઝરત અલી રઝી.* (બાળકોમાં)
4️⃣ *હઝરત ઝૈદ રઝી.* (ગુલામોમાં)
5️⃣ *હઝરત ઉમ્મે અયમન રઝી.* (દાસીઓમાં)
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
📷 *ઇમેજ : 6️⃣9️⃣*
❤️ *ઔરતોમાં સૌપ્રથમ ઈમાન લાવનાર : હઝરત ખદીજા રઝી.*
ઇમાન લાવનારાઓની યાદીમાં સૌપ્રથમ નામ હઝરત ખદીજા રઝી.નું છે. તે આપ(ﷺ)ના પત્ની હોવાના કારણે આપ(ﷺ)ના ઉચ્ચ ચારિત્ર્ય અને ઉત્તમ સંસ્કારને બધા કરતા સારી રીતે જાણતા હતા. તેમને એ વાતની પણ જાણ હતી કે એક છેલ્લા પયગંબર આવવાના નક્કી જ છે. તે આપ(ﷺ) વિશે કેટલીક ચમત્કારિક વાતો પણ સાંભળી ચૂક્યા હતા અને આપ(ﷺ)માં પયગંબરીની નિશાનીઓ પણ જોઈ રહ્યા હતા. અને આ દરેક વાતો કરતા વધારે એ કે હઝરત ખદીજા રઝી.ના પિતરાઈ ભાઈ વરકા જેવા જ્ઞાની અને સમજદાર વ્યક્તિએ કહ્યું હતું કે હિરા ગુફામાં જે ફરિશ્તો આપ(ﷺ) પાસે આવ્યો હતો તે હઝરત જિબ્રઇલ અ.સ. હતા. અને જે કંઈ પણ લઈને આવ્યા હતા, તે અલ્લાહની વહી હતી અને સૌથી સ્પષ્ટ વાત એ કે સૂરહ મુદ્દષ્ષિરની આયતો અવતરિત થઈ રહી હતી તે સમયે હઝરત ખદીજા રઝી. પોતે ત્યાં જ હાજર હતા. એટલા માટે સ્વભાવિક છે કે તે જ સૌપ્રથમ ઈમાન લાવે.
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
📷 *ઇમેજ : 7️⃣0️⃣*
❤️ *પુરૂષોમાં સૌપ્રથમ ઈમાન લાવનાર : હઝરત અબૂ બકર રઝી.*
બીજી તરફ સૂરહ મુદ્દષ્ષિરની શરૂઆતની આયતો અવતરિત થતા જ આપ(ﷺ) પોતાના ખાસ મિત્ર અબૂ બકર રઝી. પાસે આવ્યા અને તેમને પોતાની નુબુવ્વત તેમજ પયગંબરી વિશે જણાવતા તેઓને ઈમાન લાવવાની રજૂઆત કરી. તેઓ ઇમાન લાવ્યા અને તરત જ સમર્થન કરતા સત્ય વાતની સાક્ષી આપી. જેથી તેઓ આ ઉમ્મતના પ્રથમ મોમીન છે. તે ઉંમરમાં આપ(ﷺ) કરતા બે વર્ષ નાના હતા અને આપ(ﷺ) વિશે ખાનગી તથા જાહેર - બધું જ જાણતા હતા. તેમનું ઈમાન લાવવું આપ(ﷺ)ના સત્ય હોવાનું સર્વોત્તમ ઉદાહરણ છે.
🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜🔜