ઔરતો ના મખ્સુસ મસાઇલ

*બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ*

 ( ૧ ) અમલના ષવાબનો દારોમદાર નિયત ઉપર છે .*
 *હદીસ :* હઝરત ઉમર રઝીયલ્લાહુ અન્તુ કહે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કહેતા સાંભળ્યું “ અમલનો દારોમદાર નિયત ઉપર છે . દરેક વ્યક્તિને તે જ મળશે કે જેની તેણે નિયત કરી . ” . વઝુ , ગુસ્લ તથા અન્ય અમલ કરતા પહેલાં તેની નિયત દિલમાં કરવી જરૂરી છે . જેમકે , અગર જનાબત ( ખાસ નાપાકી ) થી પાક થવા ગુસલ કરી રહ્યા છો તો દિલમાં ગુસ્સે જનાબતનો ઈરાદો કરવો જરૂરી છે અને અગર જુનું ગુસ્લ કરી રહ્યા છો તો ગુસ્લે જુમ્અની નિયત કરવી જરૂરી છે .

*( ૨ ) પાકી ઈમાનનો અડધો ભાગ છે .*
 *હદીષ* ઃ હઝરત માલિક અશઅરી રઝીયલ્લાહુ અન્તુ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું પાકી ઈમાનનો અડધો ભાગ છે . એક વાર અલ - હમ - દુ લિલ્લાહ કહેવું , ત્રાજવાને નેકીઓથી ભરી દે છે . “ સુબ - હાનલ્લાહ ” અને “ અલ - હમ - દુ લિલ્લાહ ” કહેવું જમીન અને આસમાનની વચ્ચેની બધી જગ્યાને નેકીઓ થી ભરી દે છે .
નમાઝ ( દુનિયા અને આખિરતમાં ) ચહેરાનું નૂર છે . 
સદકો નજાત ( છૂટકારા ) નો ઝરીયો છે . સબર નૂર છે અને કુરઆન મજીદ કયામતના દિવસે તમારા હકમાં અથવા તમારી વિરૂદ્ધ ગવાહી આપશે . દરેક વ્યક્તિ સવારે ઉઠે છે તો તેની જાન ગીરવી હોય છે જેને તે નેકી કરીને આઝાદ કરાવી લે છે અથવા તો ગુનાહ કરીને બરબાદ કરાવી લે છે . ( મુસ્લિમ )
જનાબતના મસાઈલ

 ( ૧ ) મર્દ અને ઔરતની શર્મગાહ મળી જવાથી ગુસ્લ ફર્ઝ થઈ જાય છે , ચાહે વીર્ય નીકળે કે ન નીકળે .
  *હદીષ :* હઝરત અબુ હુરૈરહ રઝીયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું જ્યારે પતિ પત્ની સાથે સંભોગ ( હમબિસ્તરી ) કરે તો તેના ઉપર ગુસ્લ ફર્ઝ થઈ જાય છે 
*. ( બુખારી , મુસ્લિમ )*
 *( ૨ )* મઝી નીકળવાથી ગુસ્લ ફર્ઝ થતું નથી . ફક્ત શર્મગાહ ધોઈને વઝુ કરી લેવું કાફી છે .
*મઝી ’ ’* એટલે શું ? મઝી એટલે કે હમબિસ્તરી કરતા પહેલાં નીકળતું ચીકણું પ્રવાહી . 
*( ૩ )   પતિ પત્ની એ હંબિસ્તરી પેહલા આ દુઆ પદવી
 “ બિસ્મિલ્લાહિ અલ્લાહુમ્મ જન્ - નિબ - નશ શયતાન વ જન્ - નિ - બિશ શયતાન મા રઝક તના ” અલ્લાહના નામથી ( શરૂ કરું છુ ) અય અલ્લાહ અમને શયતાનથી સલમાત રાખ અને જે ઔલાદ તું અમને આપે તેને પણ શયતાનથી સલામત રાખ .
*( ૪ )બીજી વખત હમબિસ્તરી પહેલાં વઝુ કરવું જરૂરી છે
*. હદીષ :* હઝરત અબુ સઈદ ખુદરી રઝીયલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફ૨માવ્યું જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પત્નિ સાથે હમબિસ્તરી કરે , પછી બીજી વાર હમબિસ્તરી કરવા ચાહે તો પહેલાં વઝુ કરી લે . ( મુસ્લિમ )
5   *જનાબત એટલે શું ?*
  હમબિસ્તરી કરવાથી શરીરમાં જે નાપાકી આવે તેને જનાબત કહેવાય છે . અને તેને દૂર કરવા માટે ગુસ્લનો જે ચોક્કસ તરીકો છે તેને ગુસ્લે જનાબત કહેવાય છે .
વધુમાં , સ્વપ્નદોષ થવાથી પર ગુસ્લે જનાબત ફર્ઝ થઈ જાય છે . 
 *( ૬ ) ગુસ્લે જનાબતની રીત
    હઝરત આઈશા રઝીયલ્લાહુ અન્હાથી રિવાયત છે કે જ્યારે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ગુસ્લ કરતા તો પહેલાં બંને હાથોને ધોઈ લેતા , પછી ડાબા હાથથી શર્મગાહને ધોતા , પછી નમાઝની જેમ સંપૂર્ણ વઝુ કરતા , ત્યાર બાદ ( આંગળીઓને પાણીમાં ડુબાડી ) આંગળીઓથી માથાના વાળની જડો સુધી પાણી પહોંચાડતા , ત્યાર બાદ ત્રણ ખોબા પાણી માથા પર નાખતા , અને ત્યાર બાદ આખા શરીર પર પાણી વહાવી લેતા . 
        *( બુખારી )*
   અહીં ગુસ્લે જનાબત પુરું થઈ જાય છે . નાપાકી દુર થઈ જાય છે .
 *( 7)  ગુસ્લે જનાબત વખતે ચોટલો છોડવો જરૂરી નથી
    હઝરત ઉમ્મે સલમા રઝીયલ્લાહુ અન્હા કહે છે કે મેં કહ્યું અય અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મારા માથા ઉપર ચોટલો બાંધુ છું . શું ગુસ્લે જનાબત માટે ખોલી નાખું ? 
આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું , ના . ! માથા પર ૩ ખોબા પાણી નાખી દેવું કાફી છે . અને ત્યાર બાદ , પુરા શરીર ઉપર પાણી નાખીને પાક થઈ શકે છે . 
      *( મુસ્લિમ )*
  ખાસ ધ્યાન રહે કે હૈઝ બાદના ગુસ્લ વખતે ચોટલો છોડવો જરૂરી છે . વધુ માહિતી માટે હૈઝના વિભાગમાં વાંચવું

*( ૮ ) જુંબી વ્યક્તિ ( જનાબતની હાલતવાળી વ્યક્તિ ) પાણીમાં હાથ નાખી દે તો તે પાણી નાપાક થતું નથી .*
    *( અબુદાવુદ , તીરમિઝી )* 
 *( ૯ ) જનાબતની હાલતમાં કોઈની સાથે હાથ મિલાવવો , સલામ દુઆ કરવી અથવા વાતચીત કરવી જાઈઝ છે . જનાબતની હાલતમાં ઘરમાં કે બહાર હરી ફરી શકાય છે .*
   વધુમાં , ઘણાં લોકો હમબિસ્તરી કર્યા બાદ આખા રૂમમાં તથા બાથરૂમ સુધી પોતું કરતા હોય છે . જે જરૂરી નથી . કોઈ હદીષ થી સાબિત નથી . ઈસ્લામ આસાન છે . જાતે કરીને કોઈ બાબતને પોતાની ઉપર મુશ્કિલ ના બનાવવો જોઈએ
( ૧૦ ) જનાબતની હાલતમાં ખાવા પીવા ઉપર કોઈ પાબંદી નથી . ખાતા પીતા પહેલાં હાથ ધોઈ લેવા કાફી છે . પરંતુ વઝુ કરવું શ્રેષ્ઠ છે . *( ઈબ્નેમાજા )*
 ( ૧૧ ) જનાબતની હાલતમાં કુરઆન પઢી શકાય નહિ .
 ( ૧૨ ) પાક વ્યક્તિ વઝુ વિના કુરઆન પઢી શકે છે . *( તિરમિઝી )*
 ( ૧૩ ) જનાબતની હાલતમાં સુતા પહેલાં ગુસ્લ કરી લેવું . અગર ગુસલ ન કરી શકતા હોય તો વઝુ કરી લેવું .
 ( ૧૪ ) આમ છતાં વઝુ કર્યા વિના પણ સુઈ શકાય છે . *( ઈનેમાજા )* પરંતુ વઝુ કરી લેવું બેહતર છે .
 ( ૧૫ ) મજબૂરીમાં , તયમ્મુમથી પણ જનાબતથી પાક થઈ શકાય છે
   . પાણી ઉપલબ્ધ ન હોય અથવા એવી બીમારી હોય કે જેમાં પાણીનો ઉપયોગ ન કરી શકતા હોય તો આવી હાલતમાં તયમ્મુમ કરવું કાફી છે
      તયમ્મુમનો તરીકો* ... 
 ગુસ્લે   જનાબતની નિયત ( દિલમાં ) કરવી
  રીત: બંને હાથ માટી પર મારી , હથેળીની પાછળ કાંડા સુધી ફેરવી લેવા , ત્યાર બાદ ચહેરા ઉપર ફેરવવા . આ પ્રમાણે તયમ્મુમ થી પાક થઈ જવાય છે .
 ( ૧૬ ) *હૈઝ ( માસિક ધર્મ ) અને નિફાસ વિષે
 . - પુખ્ત વયે , દરેક મહિને , એક ચોક્કસ સમય સુધી લોહી નીકળે તે લોહીને હૈઝ કહે છે .
 -તેનો ઓછામાં ઓછો સમય એક દિવસ અને એક રાત છે . અને વધારેમાં વધારે પંદર દિવસ છે . સામાન્ય રીતે ૬-૭ દિવસ સુધી આવે છે .
 -હૈઝ બંધ થઈ ગયા બાદ પણ કેટલીક માં - બહેનો , પાંચ કે સાત દિવસ પુરા થવાની રાહ જુએ છે . જે યોગ્ય નથી . અગર હૈઝ એક યા બે દિવસમાં બંધ થઈ જાય તો તેઓએ પાક સાફ થઈ જવું 
   . -હઝરત આઈશા રઝીયલ્લાહુ અન્હાથી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું , જ્યારે હૈઝ આવે તો નમાઝ છોડી દો . અને જ્યારે ખત્મ થઈ જાય તો ગુસ્લ કરી લો . ( અને નમાઝ પઢો ) *( નસાઈ )*
( 17 ) *હૈઝની હાલતમાં ઔરતથી નફરત કરવી અથવા તેનું ખાવું પીવું અલગ કરવું અયોગ્ય છે . હૈઝની હાલતમાં ઔરતના શરીર અને કપડા બંને પાક હોય છે . વધુમાં , હૈઝવાળી ઔરતના હાથથી ખાવાનું ખાઈ શકાય છે
   . હઝરત આઈશા રઝીયલ્લાહુ અાથી રિવાયત છે કે હૈઝની હાલતમાં હું પાણી પીતી અને નબી કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આપતી . તેઓ વાસણમાં એજ જગ્યાએ મો લગાવી પાણી પીતા કે જ્યાંથી હું પીતી . અને હાડકા ઉપરથી ગોશ્ત ખાઈને હું નબી કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આપતી તો તેઓ તે જ જગ્યાએથી ખાતા કે જ્યાંથી હું ખાતી .   
        ( મુસ્લિમ )
 હઝરત આઈશા રઝીયલ્લાહુ અન્તાથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ મારા ખોળામાં તકિયો લગાવી કુરઆન પાકની તિલાવત ફરમાવતા હતા . જ્યારે કે હું ફૈઝની હાલતમાં હોતી હતી .     *( મુસ્લિમ)*
( ૧૮ ) હૈઝની હાલતમાં ઔરતને ચૂમવું જાઈઝ છે
    હઝરત મૈમૂના રઝીયલ્લાહુ અન્હાથી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ તેમની પાક પત્નીઓને ચૂમી લેતા હતા કે જ્યારે કે તેઓ હૈઝની હાલતમાં હોતી *( મુસ્લિમ )*
 ( ૧૯ ) હૈઝની હાલતમાં પત્ની સાથે હમબિસ્તરી કરવાની સખ્ત મનાઈ છે
  હઝરત અનસ રઝીયલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે યહુદીઓમાં જ્યારે કોઈ ઔરત હૈઝની હાલતમાં હોતી તો તેઓ તેમની સાથે ન તો ખાવાનું ખાતા અને ન તો તેમને ઘરમાં રાખતા . સહાબાએ કિરામ રઝીયલ્લાહુ અન્હુમ એ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આ બાબતે સવાલ કર્યો જેના જવાબમાં અલ્લાહ તઆલાએ નીચેની આયત નાઝીલ ફરમાવી .‘ 
                    લોકો , આપ ( સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ) ને હૈઝ બાબતે પૂછે છે . તેમને કહી દો કે આ એક બીમારીની હાલત છે . તેથી આ હાલતમાં ઔરતોથી અલગ રહો . *( સૂરઃ બકરહ - ૨૨૨ )*
*મકતબા અલ ફુરકાન સમી*
9998561553
(૨૦ ) *હૈઝવાળી ઔરત બૈતુલ્લાહના તવાફ સિવાય હજ અને ઉમરાહના બધાજ અરકાન અદા કરી શકે છે
    રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ હઝરત આઈશા રઝીયલ્લાહુ અન્હાને ફ ૨ માવ્યું હાજી જે કરે તે બધા અરકાન તું પણ અદા કર સિવાય તવાફે કઅબા . જ્યારે પાક થઈ જાઓ ત્યારે તવાફ પણ કરી લો . *( બુખારી , મુસ્લિમ )*
 ( ૨૧ ) *હૈઝ શરૂ થતાની સાથે જ રોઝો તૂટી જાય છે .
  અહીં સુધી કે સૂરજ ડૂબવાની અણી ઉપર હોય , તો પણ રોઝો તૂટી જાય છે .
  આ રોઝાની કઝા જરૂરી છે . ( રમઝાન મહીના પછી રાખી લો ) 
*(22) હૈઝની હાલતમાં નમાઝ નથી તેમજ તે નમાઝની કઝા પણ નથી .
 *( ૨૩ ) સહેરીનો સમય અને હૈઝ ,
  જ્યારે કોઈ ઔરતને સહેરી વખતે ફજરની અઝાન પહેલાં હૈઝ બંધ થઈ જાય અને ગુસ્લ કરવાનો સમય ન હોય તો પહેલાં રોઝા માટે સહેરી કરીલે અને બાદમાં ગુસ્લ કરી લે .
 *( ૨૪ ) હૈઝનું લોહી અને કપડાની પાકી .*
   હૈઝનું લોહી ન લાગે તો હૈઝવાળા કપડા પાક રહે છે . જેને ધોયા વગર નમાઝ પઢી શકાય છે . હઝરત આઈશા રઝીયલ્લાહુ અન્હા ફરમાવે છે કે જ્યારે અમારામાંથી કોઈના કપડા હૈઝના લોહીથી ભીના થઈ જતા તો ગુસ્લ કર્યા બાદ અમે કપડા ઉપરથી ( લોહીને ) ખોતરી લેતા હતા અને તે જગ્યાને પાણીથી ધોઈ લેતા હતા અને બધા કપડા ઉપર પાણી છાંટી તેમાંજ નમાઝ પઢી લેતા હતા .
 *( બુખારી )*
 *( ૨૫ ) ફૈઝની હાલત અને ઝિક્ર અઝકાર .*
  હૈઝની હાલતમાં નમાઝના મસલ્લાને હાથ લગાવવું , તેના ઉપર બેસવું , અલ્લાહના ગુણગાન તસ્બીહ - દુઆ કરવીજાઈઝ છે .
 હઝરત આઈશા રઝીયલ્લાહુ અન્હા ફરમાવે છે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ મને મસ્જીદમાંથી મસલ્લો લાવવાનો હુક્મ કર્યો . મેં પૂછ્યું . હું તો હૈઝની હાલતમાં છું . તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે હૈઝ તારા હાથમાં તો નથી ને !
 *( મુસ્લિમ )*
 *( ૨૬ ) હૈઝથી પાક થઈને , ગુસ્લ કરી લીધા બાદ પીળાશ અથવા ખાખી રંગનું પાણી નીકળે તો ફરીથી ગુરલ કરવાની જરૂર નથી .
  હઝરત ઉમ્મે અતિયા રઝીયલ્લાહુ અન્હા ફરમાવે છે હૈઝથી પાક થયા બાદ ખાખી અને પીળાશ પડતા પાણીને અમે કોઈ મહત્વ આપતા ન હતા . *( અબુ દાઉદ)
*( ૨૭ ) હૈઝ બાદ હમબિસ્તરીથી પહેલાં ગુલ જરૂરી* . 
 હૈઝ બંધ થઈ ગયા બાદ , હમબિસ્તરી ત્યાં સુધી જાઈઝ નથી જ્યાં સુધી ગુસ્લ ના કરી લઈએ
હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝીયલ્લાહુ અન્હુથી રિવાયત મુજબ હૈઝ બાદ ગુસ્લ કરતા પહેલાં હમબિસ્તરી કરવાની મનાઈ છે . અને વધુમાં આવું કરનાર ઉપર ચોક્કસ પ્રમાણમાં સોનાનો સદકો આપવો જરૂરી બની જાય છે . *( ૨૮ ) હૈઝવાળી ઔરત કુરઆન મજીદને હાથ ન લગાવે . અને જો પકડવું જરૂરી હોય તો કપડાથી પકડી શકે છે .
  હઝરત વાઈલ રઝીયલ્લાહુ અન્હુ પોતાની ગુલામ ઔરતને હૈઝની હાલતમાં અબુ રઝીન રઝીયલ્લાહુ અન્હુ પાસે કુરઆન મજીદ લેવા મોકલતા . તો તે ગુલામ ઔરત કુરઆન મજીદનું કપડું પકડીને લાવી આપતી હતી . 
      *( બુખારી )* 
*( ૨૯ ) ઈસ્તિહાઝા*
  ઈસ્તિહાઝા એક પ્રકારની બીમારી છે . હૈઝ અને ઇસ્તિહાઝાના મસાઈલ જુદા જુદા છે . ઇસ્તિહાઝા માં પણ લોહી આવતું હોય છે . હઝરત ફાતિમા બિન્તે  અબી જૈશ રઝીયલ્લાહુ અન્હાથી રિવાયત છે કે તે બીમાર હતી
નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એ તેમને ફરમાવ્યું જ્યારે હૈઝનું લોહી હોય તો તે કાળા રંગનું હોય છે કે જેને ઓળખી શકાય છે . આથી જ્યારે તે ( કાળા રંગનું લોહી ) હોય તો નમાઝ ન પઢો . પરંતુ અગર તે સિવાય અન્ય કોઈ લોહી હોય તો વઝુ કરીને નમાઝ પઢી લો . કારણ કે તે ઈસ્તિહાઝાનું લોહી એક રગથી નીકળે છે . ઘણી ઔરતોને ઈસ્તિહાઝાનું લોહી આખો મહિનો રૂક્યા વગર આવે છે તેમજ ઘણી ઔરતોને મહિનામાં બે કે ચાર વખત રુકી રુકી ને આવે છે .      
  હઝરત આઈશા રઝીયલ્લાહુ અન્હા કહે છે કે હઝરત ફાતિમા બિન્તે અબી હુબૈશ રઝીયલ્લાહુ અન્હાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવામાં ફરમાવ્યું અય અલ્લાહના રસૂલ ! સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ હું મહિના સુધી પાક નથી થતી . શું નમાઝ છોડી દઉં ? રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું આ એક ૨ગનું લોહી છે હૈઝનું નથી . આથી ( હંમેશા પ્રમાણે ) જ્યારે હૈઝ શરૂ થાય તો
નમાઝ છોડી દો . અને જ્યારે હમેશા મુજબ દિવસો પુરા થઈ જાય તો લોહી સાફ કરી અને નમાઝ પઢી લો .
    *( બુખારી )*
 *( ૩૦ ) ઈસ્તિહાઝા દરમિયાન હૈઝના દિવસોની ગણતરી*            
  અગર કોઈ ઔરતને ઈસ્તિહાઝાની બીમારી હોય અને ઈસ્તિહાઝાનું લોહી આખો મહિનો ચાલુ રહેતું હોય તો તેણે અંદાજો લગાવી હંમેશા પ્રમાણે જેટલા દિવસો સુધી હૈઝ રહેતું હોય તેટલા દિવસોની ગણતરી કરી તેટલા દિવસોની નમાઝ છોડી દેવી . 
*( ૩૧ ) નિફાસ
    નિફાસ તે લોહી છે કે જે પ્રસુતિ ( સુવાવડ ) બાદ ઔરતની શર્મગાહથી નીકળે છે . તેના સમયની મર્યાદા ચોક્કસ નથી હોતી , જ્યારે પણ નિફાસ આવતું બંધ થઈ જાય ત્યારે ગુસ્લ કરીને પાક સાફ થઈ , નમાઝ પઢવાનું શરૂ કરી દેવું . હઝરત ઉમ્મે સલમા ફરમાવે છે કે નિફાસ વાળી ઔરતો ચાલીસ દિવસ બેસતી હતી .
 *( બુલુગુલમરામ )*
વધુમાં ફરમાવે છે કે મેં નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને પૂછ્યું , ઔરત બાળકને જન્મ આપ્યા બાદ કેટલા દિવસ રાહ જુએ ? નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું ચાલીસ દિવસ રાહ જુએ સિવાય કે તે પહેલા પાક - સાફ થઈ જાય .
 *નિફાસ દરમિયાન મના કરેલા કામ
   હૈઝ દરમિયાન જે કામ મના કરેલ છે તે દરેક કામની નિફાસ દરમિયાન પણ મનાઈ છે .   નિફાસના પ્રમાણિત દિવસો માં જે નમાઝો છુટી હોય તેની કઝા જરૂરી નથી .
 *અલ્લાહતઆલા આપણને સૌને દરેક અમલ સુન્નત તરીકા મુજબ કરવાની તૌફીક આપે . આમીન .
   અય અલ્લાહ ઈસ કિતાબ કો તૈયાર કરને મે જીન લોગો ને અપના મુફીદ ઈલ્મ , હલાલ માલ , કિંમતી વક્ત , નેક મશ્વરે ઔર જીસ કિસી ભી તરહસે મદદ કી હૈ ઉનકો દોનો જહાનકી ભલાઈયાં અતા ફરમા ઉનકી ગલતી ઔર ગુનાહોકી મગફીરત ફરમા ઔર ઈસકા બહેતર બદલા અતા ફરમા , આમીન 

*કિતાબ સે કોપી કિયા હૈ*
*મકતબા અલ ફૂર્કાન સમી*
+919998561553

No comments:

Post a Comment