અનમોલ મોતી

    બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
                અનમોલ મોતી
 ( ૧ ) ઉચ્ચ નૈતિક ગુણો
           હઝરત અનસ બિન માલિક રઝિ . કહે છે કે ‘ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ’ નૈતિકતાની દૃષ્ટિએ લોકોમાં સર્વશ્રેષ્ઠ હતાં .
         ( મુસ્લિમ )
 
( ૨ ) શરમ - હયાનો જીવંત નમૂનો
    હઝરત અબૂસઈદ ખુદરી રઝિ . ફરમાવે છે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પર્દાનશીન કુંવારી છોકરી કરતાં પણ વધુ શરમહયાવાળાં હતાં . *( બુખારી )*

   ( ૩ ) ઉદાર વર્તન
     હઝરત અનસ રિઝ . ફરમાવે છે કે મેં દશ વરસ સુધી મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સેવા કરી . આ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ક્યારેય મને ઉહ સુદ્ધાં ન કહ્યું અને ન તો કોઈ કામ માટે એમ ફરમાવ્યું કે આ શા માટે કર્યું , અને કોઈ કામ ન કરવા બદલ એમ પણ ન ફરમાવ્યું કે આ કેમ નથી કહ્યું .
      ( તિરમિઝી )
 ( ૪ ) વિશાળહૃદયતા
   હઝરત જાબિર રિઝ . ફરમાવે છે કે એવું ક્યારેય નથી બન્યું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે કોઈ વસ્તુ માંગવામાં આવી હોય અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ આપવાની ના પાડી હોય .
       ( બુખારી )
( ૫ ) વિશાળહૃદયતા
     હઝરત અબૂહુરૈરહ રિઝ . ફરમાવે છે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું ઃ જો મારી પાસે ઉહુદ ( પર્વત ) જેટલું સોનું હોય તો પણ હું આ પસંદ નહીં કરૂં કે ત્રણ રાત એ હાલાતમાં વીતી જાય કે મારી પાસે એમાંથી થોડું બચેલું રહે એ સિવાય કે જે હું કરજ ચુકવવા માટે રાખી મૂકું . 
          ( બુખારી )
   ( ૬ ) અલ્લાહની રાહમાં ખર્ચ અને સખાવત
   હઝરત ઈબ્ને અબ્બાસ રઝિ . ફરમાવે છે કે : મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સૌથી વધુ સુખ હતાં અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સખાવત રમઝાનમાં ઓર વધારે રહેતી . જ્યારે જિબ્રુઈલ અલયહિસ્સલામ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે મુલાકાત કરતાં . જિબ્રઈલ અલયહિસ્સલામ રમજાનની દરેક રાતે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે મુલાકાત કરતાં અને કુરઆન સાથે મળીને પઢતાં . આ દિવસોમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સખાવત , ઝડપી પવન કરતાં પણ વધુ ઝડપી બની જતી હતી . 
     ( બુખારી )
 ( ૭ ) અલ્લાહની રાહમાં ખર્ચ અને સખાવત
   હઝરત અબૂહુરૈરહ રઝિ.ની રિવાયત છે કે , મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું : સદકો માલ ( ધન ) ને ઘટાડતો નથી અને જે બંદો દરગુજર કરે છે . અલ્લાહતઆલા તેની ઈજ્જતમાં વધારો કરે છે અને જે માણસ અલ્લાહ વાસ્તે નમ્રતા અપનાવે છે . અલ્લાહતઆલા તેને બુલંદી એનાયત કરે છે . 
   ( મુસ્લિમ )

No comments:

Post a Comment