UPWAS KARNAR NI SAMANY BHULO

ઉપવાસ કરનાર ની સામાન્ય ભુલો
દરેક પ્રકારની પ્રશક્ષા અલ્લાહ માટે જ છે, અનેક અનેક દરૂદ અને સલામ, મોહમ્મદ સ.અ.વ.  અને તેમના સાથીઓ ઉપર, અને તે દરેક ઉપર જે કયામત સુધી ઉત્તમા તરીકા પર આપ સ.અ.વ. ને અનુસરે.

આ તે સામાન્ય ભુલો છે જે રમઝાન શરીફ માં ઉપવાસ કરનાર પુરૂષ અને સ્ત્રીઓ વડે થતી રહે છે, અલ્લાહ થી આશા છે કે અલ્લાહ આ વાંચનાર ને, તેને સંગ્રહ કરનાર ને, અને તેના પ્રસારણ માટે મદદ કરનાર સૌ ના હક્ક માં મદદરૂપ બને. (આમીન)

વિષયસુચીકોષ્ટક
ખાવા-પીવામાં અતિશય ખર્ચાણપણું
સહરીના સમય પહેલા જ સહરી કરવી
રાત્રે ઉપવાસ ની નિય્યત ન કરવી
ફજર ની અઝાન વખતે ઇરાદા પુર્વક ખાવું-પીવું
રમઝાન માસના આગમન થી અજ્ઞાત વ્યક્તિ નું ખાવા-પીવા થી ન રૂકવું
રમઝાન શરીફ ની મહત્વતા થી અજ્ઞાત હોવું
રમઝાન માસ ના શરૂઆત માં તરાવીહ ની નમાઝ ની પાંબદી ન કરવી
ભૂલ થી ખાવા પીવા વાળા ને ઇફતારી સુધી ખાવા પીવા થી ન રોકવો
ઉપવાસ રાખવા ઇચ્છિત બાળકીઓને ઉપવાસ રાખવા થી વંચિત રાખવા
ભૂલથી ખાવા-પીવા વાળાને ઉપવાસ માં શંકા થવી
ઉપવાસ માં મહેદી લગાવવાને ગુનોહ સમજવું
રાંધતી વખતે ચાખવાથી બચવું
ઉપવાસ ને તોડવાવાળી અને તેને ખંડન કરનાર વસ્તુઓ થી વંચિત રહેવું
અંધારૂ થયા પછી જ અઝાન કરવાવાળા એ અઝાન કરવી
ઇફતારી વ્યવસ્થા કરનાર માટે દુઆ ન કરવી
રમઝાન માસ ની રોતોમાં સમાગમ  કરવાને હરામ સમજવું
ફજર પહેલા માસિક સ્રાવ અને ................  પાક થવા પછી પણ ઉપવાસ ન રાખવો
સ્ત્રીઓ નું ઉંચા અવાઝે રડવું
સવારે સ્વપ્નદોશ થવાથી તેને ગુનોહ સમજી ઉપવાસ ને તોડી નાખવો
તરાવીહ ની નમાઝ માટે સ્ત્રીઓએ અંત્તર લગાવીને આવવું
સતત સુઇને નમાઝોને પછી પઢવી
ઇફતારી કરવામાં મોડું કરવું
અઝાન ખતમ થવા સુધી ઇફતારી ન કરવી
ઇફતારી વખતે દુઆઓ થી અવગણના કરવી
રમઝાન માસ ના છેલ્લા દસ દિવસોમાં ખરીદવામાં વ્યસ્ત થઇ જવું
બિમારી હોવા છતાય ઉપવાસ છોડવાને ગુનોહ સમજવું
ઇફતારી વખતે અઝાન નો જવાબ ન આપવો
નાના બાળકો અને બાળકીઓને બચપન થી જ ઉપવાસ ની આદત ન પાડવી
રમઝાન માસ માં સખત ગુસ્સે થવું અથવા તો ગાળો વગેરે બોલવું
રમતો અને બીજા બેકાર કામો માં રમઝાન માસ ને વેડફી નાખવો
કુરઆન મજીદ ને ચિતંન-મનન વગર પઢવાને યોગ્ય સમજવું
સફર માં ઉપવાસ છોડવાને ગુનોહ સમજવું
સહુલત હોવા છતાય એઅતેકાફ માં ન બેસવું
ઉપવાસ માં નખ કાપવા અથવા વાળ કાપવાને ગુનોહ સમજવું
ઉપવાસ માં થુંક ગળી જવાથી ઉપવાસ ભ્રષ્ટ થઇ ગયો તેવું સમજવું
જરૂરત વગર નાક માં પાણી ચઢાવવું અને કોગળા કરવા
અસ્થમા ના બિમારે સ્પ્રે ઉપયોગ કરવાથી બચવું
આંખમાં ટીપા નાંખવા અથવા શરીર ના અંગો ઉપર મરહમ પટ્ટી વગેરે ને ગુનોહ સમજવું
સમાપન

ખાવા-પીવામાંઅતિશય ખર્ચાણપણું
ઘણા લોકો ખાવા-પીવા માં અતિશય ખર્ચાણ કરે છે, જ્યારે કે આ માસ માં બંદગી કરવા માટે પોતની કમર કસી લેવી જોઇએ, અને બીજા કામો માં મધ્યમ પાથ અપનાવવો જોઇએ. ભુખ અને પ્યાસ વડે ગરીબ અને લાચાર ની ગરીબી અને લાચારી નો ખ્યાલ કરી પોતાના માં વિનમ્રતા અને આદર આવવી જોઇએ. અને ખાવા-પીવા માં અતિશય ખર્ચાણ કરવું ઉપવાસ ના કાયદેસરના સિદ્ધાંતો ને વિરોધી છે.

સહરીના સમય પહેલા જ સહરી કરવી
સહરીના સમય થી ઘણા સમય પહેલા જ સહરી કરવી યોગ્ય નથી. અને આ ભૂલ ઘણા લોકો કરે છે. અને સહરી માં જલ્દી કરવાથી મહાન બક્ષિસ થી વંચિત રહે છે. કારણ કે સુન્નત તો આ છે “ ઇફતારી કરવા માં જલ્દી કરો અને સહરી કરવામાં મોડું કરવું જોઇએ” અને  આપ સ.અ.વ. ના આ આદેશ નું પાલન કરવાથી આપણ  ને  બક્ષિસ મળી શકે. જેવું કે અબુહુરૈરહ રઝી. ફરમાવે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ જ્યાં સુધી લોકો ઇફતારી કરવામાં જલ્દી કરતા રહેશે,  ત્યાં સુધી હંમેશા ભલાઇ માં રહેશે. તમે લોકો ઇફતારી કરવામાં જલ્દી કરો કારણ કે યહુદીઓ ઇફતારી કરવામાં મોડું કરે છે.”

(સુનન ઇબ્ને માજા – ઉપવાસ ના આદેશો અને નિયમો ... પાઠ : ઇફતાર કરવામાં જલ્દી કરવાની વાત – હદીષ નં :  1698, અલ્બાની રહ. આ હદીષ ને યોગ્ય કહી છે. )

રાત્રે ઉપવાસ ની નિય્યત ન કરવી
કેટલાક ઉપવાસીઓ, રાત માં ઉપવાસ નો નિયત નથી કરતા. જ્યારે કે ફજર પહેલા જરૂરી ઉપવાસ નો નિયત જરૂરી છે. તેથી જ્યારે રમઝાન શરીફ નો માસ બેસે તો જરૂરી છે કે રાત્રે જ ઉપવાસ નો નિયત કરી લેવો જોઇએ. હઝરતે હફશહ રઝી. કહે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ જેણે ઉપવાસ નો નિયત ફજર પહેલા ના કર્યો,તેનો ઉપવાસ નથી. ( સહીહ ઇબ્ને માજા-1700 અલ્બાની રહ. આ હદીષ ને યોગ્ય કહી છે.)

આનો અર્થ વિદ્ધાનો પાસે ફકત એ જ છે કે તેનો ઉપવાસ થતો નથી જેણે ફજર પહેલા રમઝાન માસ માં અથવા તો રમઝાન ના છુટી ગયેલ ઉપવાસ ને ફરી વારે ઉપવાસ કરવામાં અથવા તો નઝર ના ઉપવાસ માં નિયત નથી કરી. અગર તેણે રાત માં નિયત ના કરી તો તેનો ઉપવાસ નથી. જો કે નફિલ ઉપવાસ માં તેના માટે સવાર થઇ ગયા પછી પણ નિયત કરવી મુબાહ (યોગ્ય) છે. આ જ શાફઇ , અહમદ, અને ઇશાક બિન રાહવઇ  નું કહેવું છે. જેવું કે એક હદીષ માં છે કે સલ્મહ બિન અકવઅ કહે છે કે આપ સ.અ.વ. એ એક વ્યક્તિ થી કહ્યું “ લોકો ને આશુરા ના દિવસ નું કહી દો કે જેણે ખાઇ લીધુ છે એ બાકી દિવસ ( ખાધા પીધા વગર ) પુરો કરે. અને જેણે ખાધુ ન હોય તે ઉપવાસ કરી લેં. ( સુનન નિસાઇ – પાઠ : ઉપવાસ ના આદેશો, નિયમો અને ગુણો. અગર કોઇએ  રાત્રે ઉપવાસ ની નિયત નથી કરી તો શું તેં તે દિવસે નફિલ ઉપવાસ રાખી શકે છે. – હદીષ નં : 2323 અલ્બાની રહ. આ હદીષ ને યોગ્ય માની છે.)

તેના થી વિરોધ માં કેટલક લોકો જુબાન વડે નિયત કરે છે, તે ખોટું છે. ઉપવાસીઓ નું ફકત દિલ માં નિયત કરવી પુરતુ છે. ઇબ્ને તૈય્મિઆ રહ. કહ્યું છે કે “ જુબાન થી નિયત કરવી જરૂરી નથી અને આના ઉપર દરેક મુસલમાનો ની સર્વસંમતિ અને સાંયોગિક છે. સામાન્ય રીતે મુસલમાન ઉપવાસ ની નિયત કરી લે છે, અને તેમનો ઉપવાસ યોગ્ય ગણાય છે.

ફજર ની અઝાન વખતે ઇરાદા પુર્વક ખાવું-પીવું
ફજર ની અઝાન સાથે સાથે ઇરાદા પુર્વક ખાવા પીવા થી ઉપવાસ જતો રહે છે. કારણકે કેટલાક અઝાન કરવાવાળા ઓ ક્યારેક સાવચેતી પુર્વક સમય પહેલા જ અઝાન કહી દે છે.

શૈખ ઇબ્ને ઉષૈય્મિન રહ. કહે છે, “ ફજર ની અઝાન ફજર તુલુઅ અથવા તો તેના પછી થાય છે. અગર ફજર તુલુઅ થયા પછી અઝાન થાય તો દરેક મુસલ્માન ઉપર જરૂરી છી કે તેઓ ખાવા-પીવા થી રૂકી જાય. કારણકે અબ્દુલ્લાહ બિન ઉમર રઝી. કહે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ બિલાલ રાત માં અઝાન આપે છે, એટલા માટે સહરી કરી ખાય પી શકો છો, અહીં સુધી કે ( ફજર માટે) બીજી અઝાન થઇ જાય, અથવા તો આપ સ.અ.વ. એ આવું ફરમાવ્યું અહીં સુધી કે અબ્દુલ્લાહ ઇબ્ને મકતુમ રઝી. ની અઝાન ના સાંભળી લો.( સહીહ બુખારી / ચોપડી ગવાહો વિશેના નિયમો / પાઠ : આંધળા ની સાક્ષી અને તેના વિશે બયાન અને તેનું પોતે લગ્ન કરવું અથવા તો બીજાને લગ્ન કરાવ્વું અથવા તો તેની લેવણ-દેવણ/ હદીષ નં : 2656 )

તેથી અગર તમને આ વાત ની પુષ્ઠિ હોય કે અઝાન કહેનાર ફજર તુલુઅ થયા પછી જ અઝાન કહે છે તો તેની અઝાન સાંભળી જ ખાવા-પીવા થી રૂકી જાવ. 

રમઝાન માસના આગમન થી અજ્ઞાત વ્યક્તિ નું ખાવા-પીવા થી ન રૂકવું
રમઝાન માસ ના આગમન થી અજ્ઞાત વ્યક્તિ નું ખાવા-પીવા થી ન રૂકવું જેવી રીત ના કે  યાત્રી હોય અથવા તો સુઇ ગયું હોય અથવા તો તે કારણો જેનાથી આ માસ ના આગમન ની ખબર ન હોય, તેથી એક મુસલ્માન ઉપર જરૂરી છે કે તેના થી પરિચિત  થતા જ બીજા દિવસો માં ખાવા-પીવા થી રૂકી જવું જોઇએ. જેવું કે સલમહ બિન અકવઅ રઝી. કહે છે કે આપ સ.અ.વ. એ એક વ્યક્તિને આ જાહેરાત કરવા મોકલ્યા કે જેણે ખાવાનું ખાઇ લીધુ હોય તે અત્યારે ( દિવસ ઢલ્યા સુધી ઉપવાસ) કરે અથવા તો આપ સ.અ.વ. એ આ (ફરમાવ્યું ) ઉપવાસ કરી લો, અને જેણે ન ખાધું હોય (તે ઉપવાસ કરી લેં) સહીહ બુખારી, હદીષ નં: 1924

રમઝાન શરીફ ની મહત્વતા થી અજ્ઞાત હોવું
કેટલાક લોકો આ માસ ની મહત્વતા જાણતા નથી હોતા, અને તેઓ બીજા માસ ની માફક          જ આ માસ નું પણ આગમન કરતા હોય છે, આ પણ એક મોટી ભૂલ છે, અબુ હુરૈરહ રઝી. કરમાવે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ જ્યારે રમઝાન માસ આવે છે તો આકાશ ના દરેક દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમ ના દ્વાર બંધ કરી દેવામાં આવે છે, અને શૈતાનોને સાંકળો થી બાંધી દેવામાં આવે છે, ( હદીષ નં : 1899)

આ માસ ની મહત્વતા વિશે ઘણી હદીષો મળે છે. તેથી રમઝાન માસ માં સારા કાર્યો નું ફળ કઇં ગુના વધારીને આપવામાં આવે છે. દાખલા તરીકે અલ્લાહ ને યાદ કરવું કુરઆન ની તિલાવત કરવી, નફિલ નમાઝો અને સુન્નતો ની પાંબદી વગેરે... આ દરેક  કાર્યો માં સુસ્તી કરવી આ માસ નીઅતિશ્ય બેદરકારી ગણાશે.

રમઝાન માસ ના શરૂઆત માં તરાવીહ ની નમાઝ ની પાંબદી ન કરવી
કેટલાક લોકો રમઝાન માસ ની શરૂઆત ની રાતો માં તરાવીહ ની નમાઝ ની પાંબદી નથી કરતા, આ પણ ભૂલ છે, કારણકે ચાંદ જોવા ની સાથે જ મુસલ્માન, રમઝાન માસ ની રાતો માં દાખલ થઇ જાય છે, અને પ્રથમ રાત થી જ તરાવીહ ની નમાઝ ને જમાઅત સાથે પઢવી સુન્નત છે.   

ભૂલ થી ખાવા પીવા વાળા ને ઇફતારી સુધી ખાવા પીવા થી ન રોકવો
દિવસ માં ભૂલ થી ખાઇ-પી લેવા વાળાને ઇફતારી સુધી ખાવા-પીવા થી ન રોકવો પણ એક મોટી ભૂલ છે. શૈખ બિન બાઝ રહ. નું કહેવું છે કે જે કોઇ વ્યક્તિ કોઇ મુસલ્માન ને આ માસ માં ખાતા-પીતા જોઇ , અથવા તો ઉપવાસ નું ખંડન કરનાર વસ્તુઓ માં થી કોઇ પણ વસ્તુ ને કરતો જોઇલે તો તેના ઉપર જરૂરી છે કે તે તેની પકડ કરે, કારણ કે ઉપવાસ વખતે ખાવું-પીવું નકારેલું અને પાપ છે. ચાહે તો તે ખાવા-પીવા વાળાએ  કોઇ કારણ સર ઉપવાસ છોડયો હોય. અથવા તો ભૂલથી ખાઇ-પી લીધું હોય.

ઉપવાસ રાખવા ઇચ્છિત બાળકીઓને ઉપવાસ રાખવા થી વંચિત રાખવ
ઉપવાસ રાખવા ઇચ્છિત બાળકીઓને આ વાત કહીં ઉપવાસ રાખવા થી વંચિત રાખવા કે અત્યારે નાની છે, વડીલો ની ભૂલ છે. અને ક્યારેક તો, પુખ્ત વય ની છોકરીઓ ઉપવાસ રાખવાથી ખુબજ ઉત્સુક હોય છે, અને તેણી ઉપર ઉપવાસ જરૂરી પણ છે, તો પણ માં-બાપ તરફ થી આ વાતો કહીં રોકવું કે હજુ તો તું નાની છે, ભૂલ છે. શૈખ ઇબ્ને જબરીન નું કહેવું છે કે “ કેટલીક છોકરીઓ ના માસિક ના દિવસો,તેમને દસ અને અગ્યાર વર્ષ થી જ શરૂ થઇ જાય છે, પરંતુ તેમના ઘરવાળઓ ખુબ જ નબળાઇ થી કામ લે છે. અને તેમને નાની સમજી ઉપવાસ રાખવા થી વંચિત રાખે છે. આ પણ એક ભૂલ છે, કારણકે જ્યારે છોકરીને માસિક આવી જાય છે તો તે સ્ત્રીઓ માં ગણાય છે. અને તેમના ઉપર શરીઅત ના તે બધા જ આદેશો લાગુ પડે છે કે એક સ્ત્રી માટે નક્કી છે. અને તેમાં થી એક ઉપવાસ પણ છે.

ભૂલથી ખાવા-પીવા વાળાને ઉપવાસ માં શંકા થવી
આ પણ એક ખોટો વિચાર છે કે ઉપવાસ વચ્ચે ભૂલ થી ખાઇ-પી લેવા વાળા ના ઉપવાસ  માં શંકા કરવામાં આવે. કારણકે અબુહુરૈરહ રઝિ. બયાન કરે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ જેણે ઉપવાસ કર્યો અને ભૂલ થી ખાઇ લીધું તો તેણે પોતાનો ઉપવાસ પુરો કરી લેવો જોઇએ. કારણકે તેને અલ્લાહ એ ખવડાવ્યું- પીવડાવ્યું છે.” ( સહીહ બુખારી : હદીષ નં 6669) કિતાબ કસમો અને નઝરો કે બયાન મેં.  બાબ અગર કસમ ખાને બાદ ભૂલ સે ઉસકો તોડ ડાલે તો કફ્ફારહ લાઝિમ હોગા કે નહીં.

ઉપવાસ માં મહેદી લગાવવાને ગુનોહ સમજવું
આ પણ એક ખોટો વિચાર છે કે સ્ત્રીઓ ઉપવાસ વચ્ચે મહેંદી લગાવવાને ગુનોહ સમજે. શૈખ ઇબ્ને ઉષ્યમિન રહ. કહે છે કે ઉપવાસ વચ્ચે સ્ત્રીઓ ના મહેંદી લગાવવા થી ઉપવાસ માં કોઇ અસર થતી નથી.અને સુરમો લગાવવાથી પણ, અને આંખો માં નાખવામાં આવતા ટીપા જેવી કોઇ વસ્તુ થી ઉપવાસ પર કોઇ અસર થતી નથી. અને ઉપવાસ ચાલુ રહે છે.

રાંધતી વખતે ચાખવાથી બચવું
આ પણ એક ખોટો વિચાર છે કે રાંધતી વખતે ઉપવાસ ખત્મ થઇ જવાના ડર થી ચાખવાથી વંચિત રહેવું. શૈખ ઇબ્ને જબરીન નું કહેવું છે કે “ રાંધતી  વખતે જરૂરત પડવા પર રાંધેલી વસ્તુઓ ને ચાખવામાં કોઇ નુકશાન નથી. અને તે એવી રીતના જીભના છેલ્લા ભાગ માં મુકે કે જેથી મીઠાસ, નમકીન અથવા તો બીજા સ્વાદો ની જાણ થાય.પરંતુ આ વાત ની ચોકસાઇ ખુબ જ જરૂરી છે કે તે ગળા ની નીચે ના ઉતરે, ચાખ્યા પછી તેને થુંકી નાખ્વું જોઇએ. નહીં તો પોતાના મોં માં થી કાઢી નાખે.  આના થી ઉપવાસ માં કોઇ અસર થતી નથી. 

ઉપવાસ ને તોડવાવાળી અને તેને ખંડન કરનાર વસ્તુઓ થી વંચિત રહેવું
લોકો ના ઉપવાસ તોડવા વાળી અને તેનું ખંડન કરનારી વસ્તુઓ થી વંચિત રહેવું પણ એક મોટી ભૂલ છે. કેટલાક લોકો  આ વાતો ને શરૂ રમઝાન થી જ અજાણ હોય છે, પરંતુ દરેક ઉપવાસીઓ પર જરૂરી છે કે ઉપવાસ ને તોડવાવાળી અને તેનું ખંડન કરનારી વસ્તુઓ ને જાણી લેં. જેથી ઉપવાસ વખતે તે પોતાનો બચાવ કરી શકે.

મિસ્વાક ના વપરાશ ને ગુનોહ સમજવું
રમઝાન માસ ના દિવસે મિસ્વાક કરવાને ગુનોહ સમજવું પણ એક ભૂલ છે. અને ઘણી વખત તો અહીં સુધી સમજવામાં આવે છે કે મિસ્વાક ના વપરાશ થી ઉપવાસ ખત્મ થઇ જશે.આવું વિચારવું તદ્દ્ન ભૂલ છે. આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ અગર મને મારી કોમ્યુનિટી (કોમ) અથવાઅ તો લોકો ની પરેશાની નો વિચાર ન હોત તો હું દરેક નમાઝ વખતે તેમને મિસ્વાક કરવાનો આદેશ આપતો. ( હદીષ મુતઅલ્લીકા અબવાબ : હર નમાઝ કે વખત મિસ્વાક કરના . સહીહ બુખારી , કિતાબ જુમ્આ કે બયાન મેં. બાબ જુમઆ કે દિન મિસ્વાક કરના. હદીષ નં : 887)

ઇમામ બુખારી કહે છે કે આપ સ.અ.વ. એ આ હદીષ માં ઉપવાસ રાખનાર અને ઉપવાસ ન રાખનાર વચ્ચે કોઇ ફરક કાર્યો નથી.

અબ્દુલ્લાહ બિન અબ્બાસ કહે છે કે મેં એક રાત આપ સ.અ.વ. સાથે પસાર કરી, જ્યારે આપ સ.અ.વ.  સુઇ ને ઉઠયા તો પોતાના વુઝુ ના પાણી પાસે આવ્યા, પોતાની મિસ્વાક લઇને મિસ્વાક કર્યુ, ફરી આપ સ.અ.વ. એ સુરે આલે ઇમરાન ની છેલ્લી આયતો  પઢી, અહીં સુધી કે સુરત ખતમ થવાને નજીક થઇ ગઇ. તે પછી આપ સ.અ.વ. એ વુઝુ કર્યુ, ત્યાર બાદ નમાઝ પઢવાની જગ્યાએ આવ્યા, અને બે રકઅત નમાઝ પઢી. ફરી પાછા પોતાના પથારી પર જ્યાં સુધી અલ્લાહે ઇચ્છયું ત્યાં સુધી સુઇ રહ્યા. ફરી સુઇ ને ઉઠયા, ફરી તેવું જ કર્યુ, ( એટલે કે મિસ્વાક કરી વુઝુ કર્યુ અને બે રકઅત નમાઝ પઢી) ફરી પોતાની પથારી માં સુઇ ગયા, ફરી ઉંધ માં થી ઉઠયા, ફરી એવું જ કર્યુ, દરેક વખતે આપ સ.અ.વ. આવું જ કરતા રહ્યા અને મિસ્વાક કરતા રહ્યા, બે રકઅત નમાઝ પઢતા હતા, તે પછી આપે વિતર ની નમાઝ પઢી, અબુદાઉદ રહ. કહે છે : આ હદીષ ને ફુઝૈલે હુસૈન થી બયાન કરી છે, તેમાં આ રીત ના છે કે આપે મિસ્વાઅક કરી બે રકઅત નમાઝ પઢી, અને આપ સ.અ.વ. સુરે આલે ઇમરાન ની છેલ્લી આયતો પઢી રહ્યા હતા. અહીં સુધી કે પુરી સુરહ ખત્મ થઇ ગઇ. (હદીષ નં : 58: શૈખ અલ્બાની રહ. એ આ હદીષ ને સહીહ કહી છે. સુનન અબુ દાઉદ, તહારત કે મસાઇલ, બાબ : માનવી રાત્રે જાગે તો મિસ્વાક કરે.)

શૈખ ઇબ્ને ઉષૈય્મીન રહ. કહે છે કે “ મિસ્વાક ના વપરાશ થી ઉપવાસ પર કોઇ ફરક પડતો નથી. પરંતુ આ તો દિવસ ના કોઇ પણ સમયે અને ઉપવાસીઓ માટે અને બિન ઉપવાસીઓ બન્ને માટે સુન્નત છે. 

અંધારૂ થયા પછી જ અઝાન કરવાવાળા એ અઝાન કરવી
કેટલાક અઝાન કરવાવાળાઓ આ ભૂલ કરે છે કે તેઓ અંધારૂ થયા પછી જ અઝાન કરે છે. અને સુરજ ના આથમવા પર અનિવાર્ય થતા નથી. અને આ મુજબ જ તેમના પૂરાવા હોય છે કે આવું કરવુ જ બંદગી માટે વધારે સાવચેતી ગણાશે. જ્યારે કે આ કાર્ય સુન્નત ના ખરેખર વિરોધ છે. કે સુરજ ના આથમયા પછી જ અઝાન આપવામાં આવે. અને ખેદજનક વાત છે કે આના સિવાય યે લોકોને કોઇ વાત સમજમાં નથી આવતી.

શૈખુ-લ્-ઇસ્લામ ઇબ્ને તૈય્મિયહ રહ. કહે છે કે “ જ્યારે સુરજ પુરો આથમી જાય ત્યારે ઉપવાસીઓ એ ઇફતારી કરી લેવી જોઇએ. અને આકાશ માં નઝર આવતી લાલાશ નો કોઇ ફરક પડતો નથી.

ઇફતારી વ્યવસ્થા કરનાર માટે દુઆ ન કરવી
ઇફતારી વ્યવસ્થા કરનાર, તેમજ તેનું મેનેજ્મેન્ટ કરનાર ના હક્ક માં દુઆ ન કરવી પણ એક મોટી ભૂલ છે, કારણકે આપ સ.અ.વ. થી સાબિત છે કે જ્યારે ઉપવાસી, કોઇ ની પાસે ઇફતારી કરે તો તેણે તેમના હક્ક માં દુઆ કરવી જોઇએ. આપ સ.અ.વ. થી સાબિત દુઆ આ પ્રમાણે છે, “ અફ્તર ઇન્દકુમુ સ્સાઇમુન વ અકલ તઆમકુમ અલ્ અબ્રાર વ તનઝ્ઝલત્ અલૈય્કુમુ અલ્ મલાઇકતિ. ( સુનન ઇબ્ને માજા, સિયામ કે અહકામ વ મસાઇલ: ઉપવાસ ઇફતારી કરાવવાનોદાન  હદીષ નં : 1747 / શૈખઅલ્બાની રહ. આ હદીષ ને સહીહ કહી છે.)

અનુવાદ : અબ્દુલ્લાહ બિન ઝુબૈર રઝી. કહે છે કે આપ સ.અ.વ. એ સઅદ બિન મુઆઝ પાસે ઇફતારી કરી અને ફરમાવ્યું કે “ તમારી પાસે ઉપવાસીઓ એ ઇફતારી કરી છે.અને તમારૂ ભોજન સદાચારી લોકોએ  ખાધું, અને તમારા માટે ફરિશ્તાઓ એ દુઆ કરી, અર્થાત આ દુઆ અલ્લાહુમ્મ અત્ઇમુ મન્ અત્-અમની વસ્કિ મન્ સકાની.”  અય અલ્લાહ ખવડાવ તેને જેણે મને ખવડાવ્યું, અને પીણાય તેને જેણે મને પીવડાવ્યું. અથવા તો આ દુઆ પઢી “ અલ્લાહુમ્મ બારિક લહુમ્ ફીમા રઝક્તહુમ્  વગ્ફિર્ લહુમ વર્- હમ્હુમ. અનુવાદ : યા અલ્લાહ આમની દરેક તે વસ્તુઓ માં બરકત કર જે તે તેમને આપી છે. અને તેમને મઆફ કરી દેં, અને તેમના પ્અર દયા કર.

રમઝાન માસ ની રોતોમાં સમાગમ  કરવાને હરામ સમજવું
રમઝાન માસ ની રાતો માં પત્નિઓ સાથે સમાગમ ને ગુનોહ સમજવું અથવા તો હરામ સમજવું એક મોટી ભૂલ છે. જ્યારે કે આ રોક ફકત ઉપવાસ ની સ્થિતમાં જ છે. અને રાત ના કોઇ પણ સમયે આ વસ્તુ યોગ્યા , હલાલ છે. જેવું કે અલ્લાહ તઆલા કુરઆન મજીદ માં સુરે બકરહ આયત નં: 187 માં ફરમાવે છે કે ઉપવાસ ની રાતો માં પોતાની પત્નિઓ સાથે સમાગમ ને હલાલ કરવામાં આવ્યું છે, તેઓ તમારા પોશાક માં છે, અને તમે તેમના પોશાક માં, તમારી છુપેલી વાતો ને અલ્લાહ ખુબ ક જાણે છે, તેણે તમારી તૌબા કબુલ કરી તમાને મઆફ કરી દીધા, અને હવે તમને તેમના થી સમાગમ કરવાની અને અલ્લાહ એ લખેલી વસ્તુઓ ને સોધવાની પરવાનગી આપી છે.

ફજર પહેલા માસિક સ્રાવ અને ................  પાક થવા પછી પણ ઉપવાસ ન રાખવો
ફજર પહેલા માસિક અને નિફાસ થી પાક થઇ જનારી સ્રીઓ એ ઉપવાસ કરવાથી વંચિત રહેવું પણ એક ભુક છે. નાહવા માં તંગી, સમય નું બહાનું કાઢી તેવું કહેવું કે તેમની પાકી સવાર માં થઇ, અને તેમને બાથ કરવાનો સમય ન મળયો.

શૈખ ઇબ્ને જબરીન રહ. ફરમાવે છે કે, ફજર પહેલા સમયે, તેમનું લોહીં બંધ થઇ જાય નહીં તો સવાર થી થોડાક પહેલા, તો તેમનો ઉપવાસ માન્ય ગણાશે. અને ફર્ઝ પણ અદા થઇ જશે ભલે તેઓએ સવાર સુધી તેમણે બાથ (સ્નાન) ના પણ કર્યુ હોય.

સ્ત્રીઓ નું ઉંચા અવાઝે રડવું
આ પણ ભૂલ છે કે સ્રીઓ ઉંચા અવાજે રડતી હોય છે, પરંતુ કુરઆન સાંભળતા રડવું ,આ વાત ની પુષ્ઠિ છે કે ઇન્ શાઅ અલ્લાહ આ વિખ્યાત કલામ સાંભળીને નમાઝી ના હૃદય ઉપર અસર થઇ રહ્યો છે, અને આ વાત તો કોઇ શંકા વગર સારી છે. પરંતુ કેટલાક નમાઝીઓના ઉંચા અવાજે રડવાથી આજુ-બાજુ ના નમાઝીઓ ની નમાઝ માં ભંગ પડે છે. અને તેની સાથે થનારી હલનચલનો થી પાસે પઢનાર નમાઝી ને મુશ્કેલી ઉભી થાય છે, અને આશ્ર્ચર્ય ની વાત છે કે કેટલાક નમાઝી કુરઆન વખતે રડવાને છોડીને કુનુતે નાઝિલાહ વખતે રડે છે, આજ ઉત્તમ વાત છે કે કુરઆન મજીદ ની તિલાવત સાંભળીને રડવું જોઇએ.

સવારે સ્વપ્નદોશ થવાથી તેને ગુનોહ સમજી ઉપવાસ ને તોડી નાખવો
સવારે સ્વપ્નદોશ થવાથી ગુનોહ વિચારી ઉપવાસ થી વંચિતા રહેવું પણ એક ભૂલ છે, અને આમ સમજવું પણ ભૂલ છે કે ઉપવાસ નું ખંડના થઇ ગયું, ઉપવાસ ખત્મ થઇ ગયો, વગેરે... પરંતુ તેનો ઉપવાસ માન્ય ગણાશે, અને ઉપવાસ નું ખંડન પણ નહીં થાય, અને ન તો તેની કઝા તેના ઉપર વાજીબ થશે. નિ:શંકા આપ સ.અ.વ. વિશે આ વાત સાબિત છે કે હઝરતે આયશા રઝી. અને ઉમ્મે સલમહ રઝી. એ ખબર આઅપી કે (કેટલીક વખતે) ફજર વખતે આપા સ.અ.વ. પોતાના કૌટુંબિક સાથે સ્વપ્નદોશી ની સ્થિતી માં બેઠા હોય, ફરી આપ સ.અ.વ. સ્નાન કરતા અને અને ઉપવાસ પણ આપ સ.અ.વ. કરતા હતાઅ. ( સહીહ બુખારી , કિતાબ રોઝે કે મસાઇલ કાઅ બયાન, બાબ : રોઝદારા સુભ કે વખતા જુનુબી કી હાલત મેં ઉઠે તો ક્યા હુકમ હે? હદીષ નં 1926 – 1925)

શૈખ બિન બાઝ રહ. ફરમાવે છે કે સ્વપ્નદોશ થવાથી ઉપવાસ નિષ્ક્રિય થતો નથી. જ્યારે કે વિર્ય ના બુંદ જોવાથી તેના પરા સ્નાન કરવું જરૂરી બને છે. 

તરાવીહ ની નમાઝ માટે સ્ત્રીઓએ અંત્તર લગાયને આવવું
તરાવીહ ની નમાઝ માટી સ્ત્રીઓ એ ઇત્તર લગાવી નીકળવું ઉચિત નથી, એવી જ રીતે   પુરે-પુરુ પરદહ માં ન હોવું,  અને મસ્જિદો માં સ્રીઓ તરફ થી ઉંચો અવાઝ થવો પણ યોગ્ય નથી, આ સ્રીની જાત જ પ્રલોભન અને અખતરા વાળી હોય છે, અને આવા સમયે જ્યારે કે જ્ગ્યા અને સમય બન્ને ઉત્તમ ચાલી રાહ્યો હોય તો તેને ખુબજ  સાવચેતી થી રહેવું પડશે.

એટલા માટે સ્ત્રીઓ પર અનિવાર્ય છે કે તે લોકો આવા મુદ્દાઓ થી દૂર રહેવાનો ખુબ જ પ્રયત્ન કરે. જેથી આ કામ વડે આવનારા ગુનાહ થી પોતે પણ બચીને રહે,  અને બીજા આવનારા નમાઝીઓ પણ બચીને રહે.

સતત સુઇને નમાઝોને પછી પઢવી
કેટલાક ઉપવાસીઓ સુઇ રહેવાથી ઝોહર અને અસ્ર ની નમાઝ મોડી પઢે છે. અને આ મોટી ભોલો માં થી છે. અલ્લાહ તઆલા ફરમાવે છે, અનુવાદ : તે નમાઝીઓ માટે ખેદ(અને જહન્નમ માં વૈલ નામની વાદી ) છે જેઓ પોતાની નમાઝ થી બેદરકારી કરે છે.

થોડાક વિદ્વાનો નું કહેવું છે કે આ આયત નો અર્થ આ પ્રમાણે છે કે જે લોકો નમાઝો ને મોડી પઢે છે.

ઇબ્ને મસ્ઉદ રઝી. થી સાચી રિવાયતા સાબિતા છે કે તેમણે આપ સ.અ.વ. થી સવાલ કર્યો, “ કે કેવી નમાઝ ઉત્તમ છે, ?” આપ સ.અ.વ. એ જવાબ આપ્યો કે “ તે નમાઝ ને તેના સમયે પઢવી. એક બીજી રિવાયત માં આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે “ તેના પ્રથમ સમયે પઢવી.

ઇફતારી કરવામાં મોડું કરવું
ઇફતારી કરવામાં મોડું કરવું પણ ભૂલ છે. કારણ કે સુન્નત થી સાબિત છે કે સમય થતા જ ઉપવાસીઓ ઇફતારી કરવામાં જલ્દી કરે.જેવું કે રિવાયત માં છે સહલ બિન સઅદ રઝી. કહે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ લોકો બરાબર ભલાઇ પામશે, જ્યાં સુધી લોકો ઇફતારી કરવામાં જલ્દી કરશે. (સુનન તિરમિઝી કિતાબ: રોઝો કે અહકામ વ મસાઇલ, ઇફતારી મેં જલ્દી કરને કા બયાન હદીષ નં: 699

અને આ જ વાત વિદ્વાનો એ અપનાવ્યો છે.

તે લોકોએ ઇફતારી કરવામાં જલ્દી કરવા ને મુસ્તહબ કહ્યું છે. અને આ જ વાત શાફઇ, અહમદ, અને ઇશાક બિન રાહવઇ નું કહેવું છે.

અનસ રઝી. ફરમાવે છે કે ઇફતારી કરવામાં જલ્દી કરો અને સહરી કરવામાં મોડું કરો.

અઝાન ખતમ થવા સુધી ઇફતારી ન કરવી
થોડાક ઉપવાસીઓ સાવચેતી ના પુરાવા કાયમ કરતા અઝાન કરવાવાળા ની અઝાન ખત્મ થવા સુધી ઇફતારી કરવાથી વંચિત રહે છે, આ પણ ભુલ છે. અઝાન ની અવાજ સાંભળતા જ ઉપવાસીઓ એ ઇફતારી કરી લેવી જોઇએ. અને જે લોકો વંચિત રહે છે તો તેઓએ તે વાત થી પોતાને જવાબદાર બનાવી દીધા જેની શરીઅત માં કંઇ પણ માંગ નથી.  એટલા માટે સુન્નત આ જ છે કે ઇફતારી કરવામાં જલ્દી અને સહરી કરવામાં મોડું કરવામાં આવે.

ઇફતારી વખતે દુઆઓ થી અવગણના કરવી
ઇફતારી વખતે દુઆઓ થી અવગણના કરવી રમઝાન માસ ના ફાયદાઓ અને ઇનામો ની ઘણીજ બેદરકારી છે. જ્યારે કે સુન્નત આ પ્રમાણે છે કે ઇફતારી વખતે દુઆઓ કરવામાં આવે. જેવી કે આ તક માટે ઘણી જ બક્ષિસો આપવામાં આવી છે. ઉપવાસીઓ તે નસીબદાર લોકો માં થી જેમની દુઆ રદ્દ નથી થતી.જેવું કે

અબુહુરૈરહ રઝી. ફરમાવે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ ત્રણ દુઆઓ સ્વીકાર્ય છે. પિતા ની દુઆ, ઉપવાસીઓ ની દુઆ, અને મુસાફર ની દુઆ.”

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી. કહે છે કે આપ સ.અ.વ. જ્યારે ઇફતારી કરતા તો આ દુઆ કરતા, અનુવાદ : પ્યાસ ખત્મ થઇ ગઇ, નસો ભીનીં થઇ ગઇ, અને જો અલ્લાહ ઇચ્છસે તો દાન પણ મળી ગઇ.(સુનન્ અબુ દાઉદ – રોઝો કે અહકામ વ મસાઇલ બાબ : ઇફતાર કે વક્ત ક્યાં દુઆ પઢે? હદીષ નં : 2357 શૈખ અલ્બાની રહ. એ આ હદીષ ને હસન ગણી છે.)

રમઝાન માસ ના છેલ્લા દસ દિવસોમાં ખરીદવામાં વ્યસ્ત થઇ જવું
કેટલાક મુસલ્માનો રમઝાન માસ ના છેલ્લા દસ દિવસો માં કપડા, મીઠાઇ, વગેરે.. ખરીદવામાં વ્યસ્ત થઇ જાય છી, આ એક મોટી ભુલ અને ચુક છે. અને આ મહેરબાની અને કૃપા વાળા દિવસો ને વેડફેડ કરવું  છે. જેમાં લૈલતુ-અલ્-કદ્ર નક્કી છે. અને જેના વિશે અલ્લાહ તઆલા ફરમાવે છે. “ શબે કદ્ર એક હજાર મહિના થી પણ ઉત્તમ છે.”

અને તે પછી પણ કેટલાક લોકો બજારો માં ચક્કર લગાવી અને લે-વેચ કરી તહજ્જુદ અને રાત જાગવા જેવી ઇબાદત થી વંચિત રહી જાય છે.આ એક ખુબજ ખેદકારક વાત છે. જેમાં કેટલાય મુસલ્માનો નો સમાવેશ થાય છે. એટલા માટે જરૂરી છે કે મુસલ્માના પોતાના નબી ની સુન્નતો ને અપનાવી છેલ્લા દસ દિવસો માં ખુબ અનુસરે.અને ખાસ કરીને આ દસ દિવસો માં પોતાનાઅ કુટુંબિઓને પણ જગાડે. અને રાત જાગતા ઇબાદત કરે. અને આ જ આપ સ.અ.વ. અને તેમના સાથીઓ ની ટેવ હતી.

બિમારી હોવા છતાય ઉપવાસ છોડવાને ગુનોહ સમજવું
કેટલાક બિમાર પોતે બિમાર હોવા છતાય ઉપવાસ છોડવાને ગુનોહ સમજે છે. મુશ્કેલી ઉઠાવી ઉપવાસ કરે છે. આ તદ્દન ખોટું છે. અને સાચું તો આ છે કે અલ્લાહે લોકો પર પરેશાની ની દુર કરી દીધી છે. અને બિમાર ને આ વાત ની પરવાનગી આપી છે કે તે ઉપવાસ છોડી દે. અને પછી તેની કઝા કરી લેં. જેવું કે અલ્લાહ તઆલા કુરઆન મજીદ માં ફરમાવે છે. “ અનુવાદ : તમારા માં થી જે વ્યક્તિ આ માસ પામે, તેને ઉપવાસ કરવો જોઇએ. હાં જે બિમાર હોય અથવા તો મુસાફર હોય તેઓ એ બીજા દિવસો માં આ ઉપવાસ પુરા કરવા જોઇએ. અલ્લાહ તઆલા નો હેતું તમારા ઉપર સરળતા નો છે. સખતાઇ કરવાનો નથી.

ઇફતારી વખતે અઝાન નો જવાબા ન આપવો
કેટલાક ઉપવાસીઓ નું મગરિબ ની અઝાન પછી ઇફતારી કરવામાં એટલુ મગન થઇ જવું પણ ભુલ છે કે અઝાન નો જવાબ જ ન આપવો. પરંતુ ઉપવાસીઓ તથા બિન ઉપવાસીઓ માટે સુન્નત આ જ છે કે તે અઝાન નો જવાબ આપે. જેવું કે અબ્દુલ્લાહ બિન ઉમર રઝી. કહે છે કે તેમણે આપ સ.અ.વ. ને આ કહેતા સાંભળ્યું “ જ્યારે તમે અઝાન નો અવાજ સાંભળો, તો તે જ કહો જે અઝાન કરવાવાળો કહે છે. પછી મારાઅ ઉપર દરૂદ મોકલો, કારણ કે જેણે પણ મારા ઉપર એક વાર દરૂદ પઢશે, તો અલ્લાહ તઆલા તેના ઉપર દસ ઉપકારો વરસાવશે. પછી મારા માટે વસીલો માંગો,  કારણ કે તે જન્નત માં એક એવો (ઉચ્ચ) દરજ્જો છે, જેના લાયક ફકત અલ્લાહ ના બંદાઓ માં થી એક જ બંદો છે, અને હું આશા કરુ છું કે તે બંદો હું છું. અને જેણે મારા માટે અલ્લાહ પાસે વસીલો માંગ્યો તેના માટે મારી ભલામણ નક્કી થઇ ગઇ. (સુનન્ તિરમીઝી : કિતાબ ફઝાઇલ વ મનાકિબ, બાબ : નબી સ.અ.વ. કી ફઝીલત કા બયાન, ઇમામ તિરમીઝી કહતે હે  કે યે હદીષ હસન સહીહ હેં. શૈખ અલ્બાની રહ. ને ઇસ હદીષ કો સહીહ કરાર દીય હે. અલ્ ઇર્વાઅ (242), અત્તઅલીક અલા બિદાયતિ સ્ સુલિ. 52/20)

અઝાન ના જવાબ આપવામાં ઇફતારી ને રોકવા ની જરૂર નથી. કારણ કે અઝાન નો જવાબ આપતી વખતે ઇફતારી માટે રોક વિશે કોઇ સહીહ હદીષ સાબિત નથી.

નાના બાળકો અને બાળકીઓને બાળપણ થી જ ઉપવાસ ની ટેવ ન પાડવી
નાના બાળકો અને નાની બાળકીઓ ને બાળપણ થી જ ટેવ ન પાડવી પણ એક ભુલ છે. જ્યારે કે મુસ્તહબ આ પ્રમાણે છે કે સંપૂર્ણ વિકાસ પહેલા જ  ઉપવાસ ની ટેવ પાડવી જોઇએ. અને તેમને ઉપવાસ નો આદેશ આપવામાં આવે. જેથી આ કાર્ય ની તાલીમ થઇ રહે. અને ખાસ કરીને તેમની અંદર તેની સહનશીલતા આવે. જેવું કે રબીઅ બિન્તે મુઅવ્વિઝ એ  કહ્યું કે આશુરા ની સવારે આપ સ.અ.વ. એ અન્સાર ના મેલ્લા માં કહેવાડી મોકલ્યું કે સવારે જેણે ખાઇ-પી લીધુ છે તે દિવસ નો બીજો ભાગ (ઉપવાસીઓ માફક) પૂર્ણ કરે. અને જેણે ખાધુ-પીધુ ન હોય તે ઉપવાસ કરી લેં. રબીઅ રઝી. કહે છે કે પછી પણ      (રમઝાન માસ ના ઉપવાસ ફરજ થયા પછી પણ) અમે તે દિવસે ઉપવાસ કરતા અને બાળકોને પણ ઉપવાસ કરાવતા હતાઅ. અમે તેમને ઉન નું એક રમકડું આપી દેતા જ્યારે કોઇ ખાવાનું માંગતું. અહીં સુધી કે ઉફતારી નો સમય થઇ જતો. (સહીહ બુખારી: કિતાબ રોઝે કે મસાઇલ કા બયાન, બાબ: બચ્ચે કે રોઝે રખના કા બયાન હદીષ નં 1960)

મુસાફરો નું ઉપવાસ ન કરવા પર તેમને મેળા-ટોળા મારવા.
મુસાફરો ને તેમને ઉપવાસ ન રાખવા પર મેલા-ટોળા મારવા પણ ભુલ છે. કારણકે રમઝાન માસ માં મુસાફારો માટે ઉપવાસ છોડવો કાયદાકીય છે. અને મુસાફર ત્રણ સ્થિતી થી ખાલી નથી.

1) અગર તેને ઉપવાસ છોડવામાં કોઇ મુશ્કેલી ન થતી હોય તો તેનું ઉપવાસ કરવું ઘણું સારૂ છે. જેવું કે અલ્લાહ તઆલાઅ એ આ વિશે સામાન્ય આદેશ આપ્યો છે કે

અનુવાદ : “ પરંતુ તમારા માટે ઉત્તમ કાર્ય ઉપવાસ રાખવો જ છે, અગર તમે જ્ઞાની છો.(સુરે બકરહ: 184)

2) અગર તેના માટે ઉપવાસ કરવો મુશ્કેલ હોય અને તે અલ્લાહ ની આ છુટ ને ન માનતો હોય તો તેના હક્ક માં ઉપવાસ ન કરવો જ સારૂ છે. કારણકે અલ્લાહ તઆલા સામાન્ય આદેશ ફરમાવી દીધો છે,

અનુવાદ “ અલ્લાહ તઆલા કોઇ આત્મા ને તેની તાકત થી વધારે પરેશાની નથી આપતો. (સુરે બકરહ : 286)

અને આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ કે અલ્લાહ તઆલા ને આ વાત ગમે છે કે તેની છુટ નો ઉપયોગ કરવામાં આવે. જેવું કે તે આ પણ પંસદ કરે છે કે નિર્ણીત બાબતો પર અડગ રહેવું જોઇએ.

3)  અગર તકલીફ ન હોય તો ઉપવાસ મુકવા અને છોડવા, બન્ને નિ અધિકાર છે, જેવુ કે હમઝહ બિન અમ્ર રઝી. કહે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ હું આપ સ.અ.વ. ના સમયે સતત ઉપવાસ કરતો હતો. તો મેં આપ સ.અ.વ. ને પુછ્યું કે હું સફર માં ઉપવાસ મુકું? તો આપ સ.અ.વ. એ ફરમાવ્યું અગર તમે ઇચ્છતા હોય તો રાખો, અથવા તો છોડી દો. ( સુનન્ નસાઇ ક, કિતાબ રોઝો કે અહકાઅમ વ મસાઇલ હદીષ નં: 2302 શૈખ અલ્બાની રહ. આ હદીષ ને સહીહ કહી છે.)

હમઝહ બિન અમ્ર અલ્ અસ્લમી રઝી, ઘણા ઉપવાસ મૂકતા હતાઅ, તો આપ સ.અ.વ. એ ફારમાવ્યું “ તમે ઇચ્છો તો રાખો અથવા તો છોડી દો.

સહાબાઓએ સફરમાં ઉપવાસ કરવા અને છોડવા બન્નેમાં થી કોઇને પણ અનુચિત ન હતા સમજતા, જેવું કે અનસ બિન માલિક રઝી. કહે છે કે અમે આપ સ.અ.વ. સાથે રમઝાના માસમાં સફર કર્યો, (સફરમાં ઘણા સહાબાઓ ઉપવાસ કરતાઅ અને ઘણા સહાબાઓ ઉપવાસ ન હતા કરતા, પરંતુ ઉપવાસીઓ બિન ઉપવાસીઓ ની કદાય પણ ટીકા નહતા કરતા. (સહીહ બુખારી : કિતાબ રોઝે કે મસાઇલ કા બયાન , બાબ નબી કરીમ સ.અ.વ. કે અસ્હાબ રઝી. (સફર મેં) રોઝહ રખતે યા ન રખતે, વો એક દુસરે પર નુકતા ચીની નહી કીયા કરતે થે. હદીષ નં 1947 હદીષ મુતઅલ્લકા અબવાબ સફર મે રોઝે કે હવાલે સે તન્કીદ ન કરના)

રમઝાન માસ માં સખત ગુસ્સે થવું અથવા તો ગાળો વગેરે બોલવું
રમઝાન માસમાં સખત ગુસ્સે થવું અથવા તો ગાળો આપવી અને ચીસો પાડવાથી ઉપવાસ નાઅ સવાબ ને વેડફી નાખવાનો સબબ બને છે, અને ઉપવાસીઓ માટે જરૂરી છે કે તેઓ આપા સ.અ.વ. ની હાદીષ નું પાલના કરતા ફળ મેળવે. અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે કે આપ સ.અ.વ. એ ફરમાવ્યું “ અલ્લાહ ફરમાવે છે કે માનવી નું દરેક સદકાર્ય પોતે તેના માટે જ છે, પરંતુ ઉપવાસ ખાસ મારાઅ માટે જ છે, અને હું જ તેનો બદલો આપીશ. અને ઉપવાસ ગુનાહ થી બચવાઅ માટે એક ઢાલ છે, એટલા માટે જે કોઇ પણ ઉપવાસ થી હોય તેણે ગાળો ન આપવી જોઇએ. અક્કામી વાતો ન કરવી જોઇએ. અને ન તો આવેશમાં આવવી ઝધડવું જોઇએ. અને જો કોઇ ગાળો આપે અથાવા તો ઝઘડવા માંગે, તો તેના જવાબમાં ફકત આ જ કહેવું જોઇએ કે હું ઉપવાસથી છું, તે હસ્તી ના સોગંદ જેના હાથમાં મોહમ્મદ નો જીવ છે, ઉપવાસીઓના મોં વડે આવતી દુર્ગંધ અલ્લાહ પાસે કસ્તુરીની માહેક કરતા પણ વધુ ઉત્તમ છે. ઉપવાસીઓ ને બે ખુશી પ્રાપ્ત થાય છે, એક તો ત્યારે જ્યારે તે ઇફતારી કરે છી અને બીજી ત્યારે જ્યારે તે પોતાનાઅ રબ થી મળશે. તો તે ઉપવાસ નું ફળ જોઇને ખુશ થશે. (સહીહ બુખારી : કિતાબ રોઝે કે મસાઇલ કા બયાન બાબ કોઇ રોઝાદાર કો ગાલી દે તો ઉસે યે કહેના ચાહીએ કે મેં રોઝે સે હું? હદીષ નં : 1904)

યાદ રાખવું જોઇએ કે ઉપવાસ ફકતા ખાવાપીવા ને છોડી દેવાનું નામ નથી, પરંતુ તેની વચ્ચે પોતાના બધાજ અંગો ને દરેક પ્રકાર ની બુરાઇ થી બચાવીને રાખવા જોઇએ અને જબાન ને નક્કામી અને બેકાર હરકતો થી બચાવીને રાખવું પણ ઉપવાસ માં દાખલ છે.

રમતો અને બીજા બેકાર કામો માં રમઝાન માસ ને વેડફી નાખવો
રમઝાન માસના સમય ને એર સ્પર્ધાઓ અને તેની સાથે થનારાઅ સંગીત-ગીતો વગાડવા વગેરે... રમત માં મગન થઇ ખુબજ ઉત્તમ સમયને વેડફવો પણ એક મોટો પાપ છે, અને ભુલ છે, અને ખરેખર આઅવા કાર્યો થી ઇમાનમાં નબળાઇ, અને ઉપવાસ ના સવાબ ને વેડફી કાઢવાનું એક મોટું કારણ બને છે. જે મોટા ફળને આ માસ માં પ્રાપ્ત કરવું ઘણીજ મોટી વાત છે, કેવી રીતે એક મુસલ્માન આઅ વિશાળ ફળથી વંચિત રહી શકે છે, અને સાધારણ કાર્યોમાં વયસ્ત થઇ શકે છે.

મુસલ્માનો ઉપર જરૂરી છે કે તેઓ રમઝાન માસના દરેક સમયને ઉપયોગી સમજી અલ્લાહ તઆલા ની બંદગી અને તેની પ્રામાણીકતામાં કુરઆન ની તિલાવતમાં સ્મરણ,દૂઆ કરતા, ફાયદા કારક ચોપ્ડીઓનું વાંચના કરી, મસ્જીદમાં ફિકર થી બેસી, અને જ્ઞાની મજ્લીસોમાં ભાગ ભજવીને પોતાને એવો વ્યસ્ત કરી દેં કે આ શ્રેષ્ઠ અને ભવ્ય માસ માં પોતાના માટે સવાબ અને ફળની ખુબજ ખેતી કરી અલ્લાહ તઆલા ની જન્નત માં ઉપજાવવાનું કારણ બને.

કુરઆન મજીદ ને ચિતંન-મનન વગર પઢવાને યોગ્ય સમજવું
કુરઆન મજીદ ની તિલાવત મનન-ચિંતન વગર અને તેની પૂરેપૂરી તિલાવત ના હેતુથી તેને જલ્દી-જલ્દી પઢવું અને આવું સમજવું કે આજ પ્રમાણે કુરઆન પઢવું જોઇએ તો આ પણ એક મોટી ભુલ છે, પરંતુ તે એક ખતરનાક રસ્તા ઉપર ચાલે છે. કારન કે આ માસ માં આપ સ.અ.વ. પરા કુરઆન મજીદા અવતરિત થયું, જેવું કે અલ્લાહ તઆલા ફરમાવે છે કે

અનુવાદ : અમે અમે શિખામણ માટે કુરઆન ને સરળ બનાવી દીધું છે, બસ ! છે કોઇ જે શિખામણ અપનાવે.

અનુવાદ : અને કુરઆન ને રૂકી રૂકીને (સાફ) પઢયા કર.

એટલા માટે  મુસલ્માન ઉપર જરૂરી છે કે તે કુરઆન મજીદ ની તિલાવતને રૂકી રૂકીને અને પૂરેપૂરો તજવીદ નો ખ્યાલ કરતા, અને ભરપૂર મનન-ચિતંના સાથે અને તેના ઉપર મનોમંથન કરતા પઢે.

સફર માં ઉપવાસ છોડવાને ગુનોહ સમજવું
   કેટલાક ઉપવાસીઓ સફરમાં ઉપવાસ છોડવાને ગુનોહ સમજે છે, આ વિચાર પણ ખોટો છે, કારણ કે અલ્લાહ તઆલાએ સફરમાં ઉપવાસ છોડવાની પરવાનગી આપી છે, જેવું કે અલ્લાહના રસુલ સ.અ.વ. એ ફરમાવ્યું “ કે અલ્લાહા તઆલા ને આ વાત પસંદ છે કે  બંદો તેણે આપેલી છુટને અપનાવે,

સહુલત હોવા છતાય એઅતેકાફ માં ન બેસવું
આ પણ એક મોટી ભુલ છે કે સહૂલત હોવા છતાય એઅતેકાફ જેવી સુન્નત અપનાવવામાં ન આવે, જ્યારે કે તે સમયે ઘણા લોકોને સહૂલત પણ રહે છે, જેથી તેઓ મસ્જીદ માં એઅતેકાફ જેવી સુન્નત અપનાવી શકે.

ઉપવાસ માં નખ કાપવા અથવા વાળ કાપવાને ગુનોહ સમજવું
રમઝાન માસમાં કેટલાક ઉપવાસીઓ માથાના વાળ કપાવવાને અથવા નખ કાપવાને, અથવા બગલના વાળ ઉખેડવાને અથવા ડૂટી નીચેના વાળ કાઢવાને ગુનોહ સમજી કહે છે કે આ બધાથી ઉપવાસનું ખંડન થઇ જાય છે, જ્યારે કે યોગ્ય વાત આવી છે કે આ કાર્યો થી ઉપવાસ નું ખંડન થતું નથી, અને ન તો તે ખત્મ થઇ જાય છે, પરંતુ ઉપરોકત કાર્યો તો સુન્નતોમાં થી છે.

ઉપવાસ માં થુંક ગળી જવાથી ઉપવાસ ભ્રષ્ટ થઇ ગયો તેવું સમજવું
કેટલાક ઉપવાસીઓ ઉપવાસના સમયે થૂંક ગળવા અને તેની સાથે આવવાવાળી વારંવાર લાળને પણ ગુનોહ સમજે છે, અને એવું કે તેનાથી ઉપવાસનું ખંડન થઇ જાય છે, અને બીજા મુસ્લમાનોને પણ વાંધો આવે છે, જ્યારે કે યોગ્ય વાત તો આ પ્રમાણે છે કે થુંક ગળવાથી કોઇ વાંધો કે ગુનોહ નથી, ભલે તે વધુ માત્રમાં જ કેમ ન હોય, અને ભલે મસ્જીદ વગેરે જ્ગ્યાઓ પર આ વસ્તુ વારંવાર કેમ થતી ન હોય.

પરંતુ જો આ કફ જેવી વસ્તુ હોય તો તેને ગળવું ન જોઇએ, પરંતુ તેને પોતાના રૂમાલ વગેરેમાં થુંકી દેવુ જોઇએ. અને થુંકતી વખતે એટલી મોટી અવાજ ના નીકાળે જેથી બાજુ નમાઝ પઢતા નમાઝીઓને વાંધો આવે.

જરૂરત વગર નાક માં પાણી ચઢાવવું અને કોગળા કરવા
રમઝાન માસના સમયોમાં જરૂરત વગર કોગળા કરવા અને નાકમાં પાણી ચઢાવવામાં વધારો કરવો પણ ખોટુ છે. અને આ સમયે આ દલીલ કરવી કે આવું કરવાથી ગરમી નું પ્રમાણ ઓછું થાય છે , આપ સ.અ.વ. એ આવું કરવાથી રોક્યા છે, જેવું કે લકીત બિન સબુરહ એ આપ સ.અ.વ. થી સવાલ કર્યો કે અલ્લાહ ના રસૂલ તમે મને વઝુ વિશે જણાવો, તો આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે વઝુ પૂરેપૂરૂ કરો,, આંગળીઓમાં ખિલાલ કરો, અને નાકમાં પાણી સારી રીતે ચઢાવો, હાં અગર તમે ઉપવાસથી હોય તો પાણી ચઢાવવામાં વધારો ન કરો. (સુનન અબૂદાઉદ, તહારત કે મસાઇલ બાબ: નાક મે પાની ડાલ કર ઝાડને કા બયાન) હદીષ નં: 142 શૈખ અલ્બાની રહ,ને ઇસ હદીષ કો સહીહ કરાર દીયા હે.)

શૈખ ઇબ્ને ઉષૈમીન રહ. કહે છે કે આ હદીષ માં આ વાત ની સાબીતી છે કે ઉપવાસીઓ નાક માં પાણી ચઢાવવામાં વધારો ન કરે, અને એવી જ રીતે કોગળા કરવામાં પણ વધારો ન કરે. કારણ કે આવું કરવાથી પાણી પેટમાં જતું રહેશે, અને ઉપવાસનું ખંડન થઇ જશે.

 

અસ્થમા ના બિમારે સ્પ્રે ઉપયોગ કરવાથી બચવું
કેટલાક અસ્થમા ના બિમાર ઉપવાસ ના ખંડન થવાથી બચવા ગેસ સ્પ્રે ના ઉપયોગ ને ગુનોહ સમજે છે, જે તદ્દ્ન ખોટું છે.

આ વિશે શૈખ ઇબ્ને ઉષૈમીન રહ. કહે છે કે ઉપવાસીઓ માટે ગેસ સ્પ્રે ઉપયોગ કરવો યોગ્ય છે. ભલે રમઝાન માસ ના ઉપવાસ હોય અથવા તે વગર, કારણકે ગેસ સ્પ્રે, અંદર સુધી નથી પહોંચતો. પણ તેમનું પહોંચવું ફકત સાંસની નળીયો સુધી જ હોય છે, જેથી તે રસ્તો ખુલી જાય. કારણકે આ વસ્તુ નળીઓ ને સાફ કરવા માટેની હૂનર ધરાવે છે. અને અસ્થમાના બિમારે તેના ઉપયોગ વડે ડોકટરી સાંસ મળે છે. અને આ વસ્તુ ખાવા-પીવા ના અર્થમાં નથી.

આંખમાં ટીપા નાંખવા અથવા શરીર ના અંગો ઉપર મરહમ પટ્ટી વગેરે ને ગુનોહ સમજવું
કેટલાક ઉપવાસીઓ આંખમાં ટીપા નાખવાઅ અથવા કોઇ અંગ પણ મરહમ પટ્ટી લગાવવાને અથવાઅ તો કાનમાં ટીપા નાખવાને અથવાઅ તો માથામાં મહેંદી લગાવવાને અથવા તો સૂરમો લગાવવાને ગુનોહ સમજે છે. જ્યારે કે સાચી આ વાત આ છે કે આ વસ્તુઓ ના ઉપયોગ થી ઉપવાસ પર કોઇ પણ જાત ની અસર થતી નથી. અને ઉપવાસ વખતે નાકમાં ટીપા નાખવાને આલીમો ની ખરી આ વાત આ પ્રમાણે છે કે નાકમાં નાખવામાં આવતા ટીપા પેટમાં જાય છે, જેથી ઉપવાસ નું ખંડન થાય છે.

સમાપન
અમે ઉપરોકત ભુલોને સુધારવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં ઘણા લોકો પૂરૂષો અને સ્ત્રીઓમાંથી આ ભુલો કરતા હોય છે. અને અલ્લાહ તઆલાઅ થી દૂઆ કરુ છું કે તે આપણા સૌના દરેક સદકાર્યોને કબૂલ કરે, અને આપણા ઉપવાસ અને કિયામ ને પણ કબૂલ કરે. અને આપણા કાર્યોમાં ભલાઇ પેદા કરી દેં. આપણા નબી સ.અ.વ. ઉપર અનેક અનેક કૃપાઓ ઉતરે.અને તમારા સાથીઓ તથા તમારા કુટંબીજો ઉપર.

No comments:

Post a Comment